યુકેમાં કટોકટી: હડતાળને કારણે બ્રિટન થંભી ગયું, રેલ્વે કર્મચારીઓએ કામ છોડ્યું

લંડન,

સમગ્ર ઇંગ્લેન્ડમાં રેલવે કર્મચારીઓએ કામકાજ પર હડતાલ પાડી હતી. જેના કારણે બ્રિટનમાં રેલ્વે સેવાઓ ખોરવાઈ ગઈ છે. બ્રિટિશ સરકારી કર્મચારીઓ ઉચ્ચ પગારની માંગ માટે ક્રિસમસ પહેલા હડતાળ પર જવાની ધમકી આપી રહ્યા હતા. તેઓ કહે છે કે વધતી જતી મોંઘવારીએ તેમનું જીવનધોરણ બગાડ્યું છે.

રેલ્વે યુનિયનોએ પણ વેતન અને કામ કરવાની પરિસ્થિતિઓ અંગે સરકારના તાજેતરના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. બ્રિટનના રેલ્વે, મેરીટાઇમ અને ટ્રાન્સપોર્ટ યુનિયનોએ આ અઠવાડિયે બે વખત ૪૮ કલાકની હડતાળનું એલાન કર્યું છે. હડતાલને કારણે યુકેની મોટાભાગની જાહેર સેવાઓ રદ કરવાની ફરજ પડી છે. આ મહિને હડતાળમાં ભાગ લેનારાઓમાં નસગ, બોર્ડર ગાર્ડ અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરો પણ સામેલ છે. આ પછી, સરકાર આ શિયાળાની મોસમમાં મહત્વપૂર્ણ જાહેર સેવાઓમાં સેનાને તૈનાત કરવા પર વિચાર કરી રહી છે.

નાતાલના તહેવાર નિમિત્તે હડતાળના કારણે કામદારોમાં મોંઘવારી વધતા દુકાનો, હોટલ અને રેસ્ટોરન્ટનો ધંધો પડી ભાંગવાનો ભય છે. ફુગાવો ૧૧.૧%ની ૪૧ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ બ્રિટનમાં મજૂર અને કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાદ્ય અને ઉર્જાના ભાવ આસમાને પહોંચ્યા છે.