ગોધરાના ગોંદ્રા વિસ્તારના ઈદગાહ મહોલ્લામાં વીજ મીટર ચેકીંગમાં ગયેલ એમ.જી.વી.સી.એલ.ને અપશબ્દો બોલી ધકકા મારવામાં આવ્યા

ગોધરા,

ગોધરા શહેરના ગોંદ્રા વિસ્તારના ઈદગાહ મહોલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમ દ્વારા વીજ મીટરોના ચેકીંગ હાથ ધરવામાંં આવ્યુંં હતું. મીટર ચેકીંંગ કરવા પહોંચેલ વીજ કંપનીના કર્મચારીઓને અપશબ્દો બોલીને ત્યાંંના લોકો દ્વારા ધકમો મારી કાઢી મૂકી વાતાવરણને ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ગોધરાના ગોંદ્રા વિસ્તારમાં આવેલ ઈદગાહ મહોલ્લામાંં આજે વહેલી સવારે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે વીજ મીટર ચેકીંંગ માટે ગયા હતા. ઈદગાહ મહોલ્લામાં મીટર ચેકીંગ માટે પહોંચેલ વીજ કર્મીઓની ટીમ સાથે સ્થાનિક રહિશો દ્વારા અપશબ્દો બોલીને ધકકા મારી સરકારી કામ કરતાં રોકીને વાતાવરણને ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વીજ કંપની દ્વારા આગામી દિવસોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવશે.