મહિસાગરના ડીટવાસની 108 ટીમે પ્રસૃતિ માટે લઈ જતાં મહિલાને દુ:ખાવો ઉપાડતા રસ્તામાં ટીમે પ્રસૃતિ કરાવી

મલેકપુર,

મહીસાગર જિલ્લાના એક સરસ્વા ગામનો એક કોલ મળતા ડીટવાસથી 108ની ટીમ ઈ એમ ટી સુધાબેન ઠાકોર અને પાઈલોટ નિકુંજભાઈ જોશી લોકેશન તરફ જવા નીકળી ગયા હતા ત્યા કાજલબેન ભુરાભાઈ હરિજનને પ્રસુતિનો દુખાવો થતો હોવાથી એમ્બ્યુલન્સ મારફતે કડાણા ઈ.ઇં.ઈ માં લઈ જવા નીકળી ગયા પરંતુ રસ્તામાં કાજલબેન ને વધારે દુખાવો ઉપડતા ઈ એમ ટી સુધાબેન ઠાકોર પાયલોટને કહીને એમ્બ્યુલન્સ ઉભી રાખી ડીલેવરી કરાવી અને માતા અને બાળક બંને ને સારવાર કરી સી એસ સી કડાણા હોસ્પિટલમાં દાખલ કરેલ અને બંને નો જીવ બચાવ્યો હતો ત્યારે ડીટવાસ ગામના પરીવારે સુધાબેન ઠાકોરને અને પાયલોટ નિકુંજ ભાઈ જોષીને લાંબા આયુષ્યના આર્શીવાદ આપ્યા.