પંચહાલ અને દાહોદની હદમાંં આવતાં લવારીયા ગામમાં રીંછનો આતંક : 5 વ્યકિતને તેમજ 3 બળદોને બચકા ભર્યા

રીંછના હુમલામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયા.

ગોધરા,
પંંચમહાલ અને દાહોદ જીલ્લાની હદ વિસ્તારમાં આવેલ લવારીયા ગામમાં રીંછનો આતંક જોવા મળ્યો છે. ગામના વિવિધ વિસ્તારમાં રીંછે ચાર વ્યકિતઓ તેમજ 3 બળદને બચકાં ભરી ઈજાઓ કરતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ અને દાહોદ જીલ્લાની હદમાં આવેલ લવારીયા ગામમાં રીંછનો આતંક વધવા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. લવારીયા ગામના વિવિધ વિસ્તારમાં રીંછે દોડધામ કરી ચાર વ્યકિતઓને બચકા ભરી ઈજાઓ પહોંંચાડી હતી. તેમજ ત્રણ બળકોને બચકા ભરી ઈજાઓ કરી હતી.

3 વ્યકિતઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં બે વ્યકિતને ગંભીર ઈજાઓને લઈ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા. રીંછના હુમલાના બનાવની જાણ થતાંં વન વિભાગની ટીમ ગામમાંં દોડી આવી હતી. રીંછ ગજાપુરા ગામની સીમમાં ઝાડીમાં સંંતાઈ ગયેલ હોય જેને ગામ લોકો એકત્રિત થઈને રીંછને ભગાડવા ગયા હતા. દરમિયાન રીંછે એક વ્યકિત ઉપર હુમલો કરી ઈજાઓ પહોંંચાડી હતી. આમ, રીંંછના હુમલામાં પાંંચ વ્યકિતઓને ઈજાઓ કરતાં વન વિભાગની ટીમ રીંછને પકડવા માટે કવાયત હાથ ધરી છે.

:: આર.એફ.ઓ.:-આર.એમ. પુરોહિત, દે.બારીયા ::

અમને સવારે 9 વાગે જાણ થતાં વન વિભાગની ટીમ પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને વન વિભાગની ટીમ દ્વારા કોર્ડન કરી દેવામાંં આવ્યા છે. વન વિભાગની ટીમ દ્વારા ગ્રામજનોને રીંછ વિશેની સમજણ આપવામાં આવે છે અને આ વિસ્તાર છોડી દેવાની સુચના પણ આપવામાં આવી છે અને ગ્રામજનોને અપીલ કરવામંં આવી છે કે, જ્યારે પણ રીંછ દેખાય તો વન વિભાગનો સંપર્ક કરવો અને આ રીંછને બે પાંંજરા મૂકી અને પકડવાની કોશીષ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સાંજના સમયે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવશે. ત્યારબાદ લોકોને જાણ કરવામાં આવશે.