ભારતમાં PUBG Mobile પાછી નહીં આવે, જાણો કેમ

ભારતમાં લાખો પ્લેયર્સોની પસંદ રહેલી બેટલ રોયલ ગેમ PUBG Mobileને ભારત સરકાર દ્વારા ચાઈનીઝ કનેક્શન હોવાના કારણે બેન કરી દેવામાં આવી છે. ત્યાર પછીથી જ કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે આ ગેમ ભારતમાં પાછી આવી શકે છે અને ભારતમાં મોટો યૂઝરબેઝ હોવાના કારણે ચાઈનીઝ કંપની ટેનસેંટની સાથે પાર્ટનરશિપ તોડ્યા પછી ભારતમાં લોકો PUBG Mobile રમી શકશે. જોકે, એક નવી રિપોર્ટ આ ગેમની પાછા આવવાની રાહ જોઇ રહેલા પ્લેયર્સ માટે માઠા સમાચાર લાવ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ PUBG Mobile ગેમની વાપસીના સંકેત આપી રહ્યા નથી. રિપોર્ટ અનુસાર માત્ર ટેનસેંટ સાથે જ પાર્ટનરશિપ ખતમ કરવી જ ભારતમાં ગેમને પ્લે સ્ટોરમાં પરત લાવવા માટે યોગ્ય રહેશે નહીં. સરકાર ઈચ્છે તો જ ગેમને પરત આવવાની મંજૂરી મળી શકે છે અને હાલમાં એવું થવુ જણાઇ રહ્યું નથી.

બેન એપ્સ વાપસી પર ચર્ચા નહીં

મિનિસ્ટ્રી સોર્સના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મિનિસ્ટ્રી ઓફિશ્યલની વચ્ચે બેન લિસ્ટમાં સામેલ કોઈ પણ એપના પરત આવવાને લઇ ચર્ચા થઇ રહી નથી. અમે કોઇ ખાસ એપ કે કંપની પર ટિપ્પણી કરવાથી બચવા માગીશું. PUBG Mobile ભારતમાં રિલાયન્સ જિયો સાથે મળીને પરત આવી શકે છે એવી ચર્ચા ચાલી રહી હતી અને કહેવામાં આવ્યું હતું કે, જો બધું બરાબર રહ્યું તો જિયો પ્લેટફોર્મ ભારતમાં ગેમર્સને આ ગેમ ડિસ્ટ્રીબ્યૂટ કરી શકે છે. ઘણી રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ગેમ ડેવલપર્સ જિયોની સાથે લોન્ગ ટર્મ પાર્ટનરશિપ કરવાની કોશિશ કરી રહ્યું છે.

રિલાયન્સ જિયો સાથે પાર્ટનરશિપ ?

રિલાયન્સ જિયોની PUBG Mobile સાથે પાર્ટનરશિપથી જોડાયેલી ખબર ધ હિંદુ બિઝનેસલાઇન રિપોર્ટના હવાલાથી આવી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બંને કંપનીઓમાં વાત ચાલી રહી છે અને જિયો સાથે મળીને PUBG ભારતમાં ગેમ પરત લાવવાની કોશિશમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે PUBG ના ઘણા લાંબા સમયના પ્લાન્સ ભારતને લઇને છે. એવામાં કંપની દમદાર લોકલ પાર્ટનર શોધી રહી છે. અત્યાર સુધી તો ગેમના ડિસ્ટ્રીબ્યૂશન માટે PUBGએ ચીનની કંપની ટેનસેંટ સાથે પાર્ટનરશિપ કરી હતી.