હિમાચલ પ્રદેશના ધારાસભ્યોને હિમાચલ પ્રદેશથી બહાર મળતી વીઆઇપી સુવિધાઓ પર પ્રતિબંધ

શિમલા,

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ શપથ લેતા જ મોટો નિર્ણય લીધો છે. તેમણે હિમાચલ પ્રદેશના ધારાસભ્યોને હિમાચલ પ્રદેશથી બહાર મળતી વીઆઇપી સુવિધાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ જણાવ્યું કે, આ નિર્ણય કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં લેવામાં આવ્યો છે. હિમાચલ ભવન, સદનમાં જે પૈસા સામાન્ય લોકો પાસે લેવામાં આવે છે, એ જ પૈસા હિમાચલ પ્રદેશના ધારાસભ્યો પાસે પણ લેવામાં આવશે. હિમાચલ પ્રદેશના ધારાસભ્ય સામાન્ય નાગરિકોની જેમ જાત જાતના દેવાની ચૂકવણી કરશે.

આ અગાઉ ૧૧ ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં ૧૫માં મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસ નેતા સુખવિંદર સિંહ સુક્ખૂએ શપથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, મને વિશ્ર્વાસ છે કે હિમાચલ પ્રદેશના લોકો સમૃદ્ધિ પથ પર અગ્રેસર રહેશે. વિશેષ રૂપે સમાજના વંચિત સભ્ય. હું રાજ્યના લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પૂરા કરવાની તમારી સફળતાની કામના કરું છું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સુખવિંદર સિંહ સુક્ખૂ ૪ વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. સુખવિંદર સિંહ સુક્ખૂના પિતા એક બસ ડ્રાઇવર હતા.

શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામેલ થયા હતા. પ્રતિભા સિંહ સાથે હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મુલાકાત કરી હતી. આ મુલાકાતને પ્રતિભા સિંહને શિષ્ટાચાર મુલાકાત બતાવી, પરંતુ સોશિયલ મીડિયા પર તેમની મુલાકાતની તસવીર વાયરલ થવા લાગી અને લોકો જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. મુલાકાતને લઇને જયરામ ઠાકુરે પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી તસવીર શેર કરી છે. તેમણે લખ્યું કે, આજે શિમલામાં પ્રદેશ કોંગ્રેસના અયક્ષ શ્રીમતી પ્રતિભા સિંહજીએ શિષ્ટાચાર ભેટ કરી.

તિબેટી આયાત્મિક ગુરુ દલાઇ લામાએ રવિવારે સુખવિંદર સિંહ સુક્ખૂને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે સુખવિંદર સિંહ સુક્ખૂને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ભારત છેલ્લા ૬૨ વર્ષો કરતા પણ વધુ સમયથી મારું ઘર રહ્યું છે અને હું આ સમયે મોટા ભાગનો સમય અહીં હિમાચલ પ્રદેશની ધર્મશાળામાં રહ્યો છું. આ મારા માટે ખુશીની વાત છે. હું મોટા ભાગે મુખ્યમંત્રીને ’આપણાં મુખ્યમંત્રી’ના રૂપમાં સંદભત કરું છું.