કાનપુર,
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત જિલ્લામાં પોલીસ કસ્ટડીમાં યુવકના મોતની ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ છે. હંગામાની આશંકાને કારણે ઈટાવા, કાનપુર, ઔરૈયા અને કન્નૌજ જેવા સ્થળોની પોલીસ અને પીએસી કાનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ગઈ છે. જિલ્લાની પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા એસપીએ શિવલી કોટવાલ રાજેશ સિંહ, એસઓજી ઈન્ચાર્જ પ્રશાંત ગૌતમ, મૈથા ચોકીના ઈન્ચાર્જ જ્ઞાન પાંડે અને એસઓજી ટીમ સહિત ૯ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ રાજ્યકક્ષાના મંત્રી પ્રતિભા શુક્લા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટના અંગે પૂછપરછ કરી હતી.
તમને જણાવી દઈએ કે, શિવલી પોલીસ સ્ટેશન વિસ્તારના સરૈયા ગામમાં આ મહિને ૬ ડિસેમ્બરે ચંદ્રભાન સિંહ નામના વેપારીને લૂંટવામાં આવ્યો હતો. ચંદ્રભાન મૈથા માર્કેટમાં તેમની દુકાન બંધ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે પાછળથી આવેલા ૬ બાઈક પર આવેલા બદમાશોએ ઘરેણાં સહિત આશરે ૪.૫ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. વિરોધ કરવા બદલ ચંદ્રભાનને પણ માર મારવામાં આવ્યો હતો. ઘટનાના ખુલાસા માટે કોટવાલી શિવલી અને એસઓજી સહિત ૪ ટીમો બનાવવામાં આવી હતી. દરમિયાન સોમવારે પોલીસે ચંદ્રભાનના ભત્રીજા બળવંત સહિત ૫ લોકોને પૂછપરછ માટે ઝડપી લીધા હતા.
પોલીસ કસ્ટડીમાં લીધાના થોડા કલાકો બાદ જ બળવંતની તબિયત લથડી હતી. ઉતાવળમાં પોલીસ તેને જિલ્લા હોસ્પિટલમાં લાવી, પરંતુ અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે પરિવારજનોને જાણ કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ લઈ ગયા. ઘટનાની જાણ થતા સગાસંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોસ્ટ મોર્ટમ હાઉસમાં પરિજનોએ હોબાળો મચાવ્યો હતો. બળવંતની લાશ લઈને પરિવાર ભાગી ગયો હતો. આ દરમિયાન પરિવારના સભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મૃતક બળવંતના મોટા ભાઈ સચિને પોલીસ પર બળવંતને માર મારવાનો આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ એસપીએ શિવલી કોટવાલ રાજેશ સિંહ, એસઓજી ઈન્ચાર્જ પ્રશાંત ગૌતમ, મૈથા ચોકીના ઈન્ચાર્જ જ્ઞાન પાંડે અને એસઓજી ટીમ સહિત ૯ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસ કસ્ટડીમાં યુવકના મોત બાદ ગામમાં તણાવને જોતા શિવલીમાં ઈટાવા, કાનપુર, ઔરૈયા, કન્નૌજ જેવા સ્થળોની પોલીસ અને પીએસી તૈનાત કરવામાં આવી છે. જિલ્લાની પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.
એસપીએ જણાવ્યું હતું કે મૃતકના સંબંધીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને યાનમાં લઈને, એસઓજી ટીમ, મૈથા ચોકીના ઈન્ચાર્જ અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને આ ખુલાસો માટે તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. જો કે હજુ સુધી મૃતકના પરિજનોએ લેખિત તહરિર આપી નથી. પરિવારજનોની સમજાવટ બાદ મૃતદેહને ફરીથી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.