- આ પહેલાં છેલ્લે વર્ષ ૨૦૧૪ માં ઇનકમ ટેક્સની લિમિટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે સમયે આ લિમિટ ૨ લાખથી વધારીને ૨.૫ લાખ કરી દીધી હતી.
નવીદિલ્હી,
ઇનકમ ટેક્સ મિડલ ક્લાસથી માંડીને અપર ક્લાસ સુધી તમામ માટે એક જરૂરી ટેક્સ છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે મોટો ફેરફાર કરવા જઇ રહી છે. જો તમે પણ ટેક્સ ભરો છો અથવા ટેક્સ સ્લેબમાં આવો છો તો આ જાણવું જરૂરી છે કે આ વખતે કેન્દ્ર સરકાર ટેક્સ સ્લેબમાં કયા પ્રકારના ફેરફાર કરવા જઇ રહી છે. સરકાર ૨૦૧૩ માં ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. અત્યારે ૨.૫૦ લાખ રૂપિયા સુધી ઇનકમ પર કોઇપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી, પરંતુ આ વખતે બજેટમાં નાણામંત્રી સીતારમણ આ લિમિટને વધારીને ૫ લાખ કરવાનો પ્લાન બનાવી રહી છે. એટલે કે ફેરફાર બાદ જો તમારી ઇનકમ ૫ લાખ રૂપિયા છે તો તમારે કોઇપણ પ્રકારનો ટેક્સ ભરવો નહી પડે.
તમને જણાવી દઇએ કે આ પહેલાં છેલ્લે વર્ષ ૨૦૧૪ માં ઇનકમ ટેક્સની લિમિટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે સમયે આ લિમિટ ૨ લાખથી વધારીને ૨.૫ લાખ કરી દીધી હતી. આ વખતે ફરીથી આશા વ્યક્ત કરવા જઇ રહી છે કે સરકાર લોક્સભા ચૂંટણી પહેલાં મોટી ખુશખબરી આપી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર પર્સનલ ટેક્સ છૂટની સીમા વધારવા પર વિચાર કરી રહી છે.
મોદી સરકાર ૨૦૧૩ માં પોતાના બીજા કાર્યકાળનો ફૂટ બજેટ રજૂ કરશે. આગામી વર્ષે બજેટને લગભગ ૧૩ મહિના બાદમાં સામાન્ય ચૂંટણીનું આયોજન માનવામાં આવી રહ્યું છે કે આ વખતે સરકાર સામાન્ય જનતાને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સને લઇને ભલામણ માંગી રહ્યા હતા કે ન્યૂ ટેક્સ રિઝીમમાં કેટલા સુધારા ગુંજાઇશ છે. તેને લઇને ચર્ચા પણ થવાની છે તો માનવામાં આવી રહ્યું છે કે સરકાર નવી અને જૂની બંને પ્રકારની ટેક્સ વ્યવસ્થામાં ફેરફાર કરી શકે છે. હજુ ન્યૂ ટેક્સ રિઝીમમાં કોઇપણ પ્રકારનો ફાયદો મળતો નથી.