રાહુલની યાત્રામાં ટેન્ટ સળગાવવાના પ્રયાસ:પોલીસે ૪ લોકોને ઝડપી લીધા

સવાઈમાધોપુર,

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વચ્ચે કેટલાક અજાણ્યા લોકોએ યાત્રા સાથે જોડાયેલા એક ટેન્ટને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. સવાઈ માધોપુરના બામનવાસમાં સોમવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા લોકો કારમાં આવ્યા હતા, એ દરમિયાન ત્યાં યાત્રા સામેલ લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું હતું.

આ દરમિયાન ૧૦થી ૧૫ લોકો આવીને ટેન્ટમાં ગૌવંશને છોડીને આગ લગાડવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે કોંગ્રેસના કાર્યર્ક્તાએ નજર પડતાં ઢોરને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર્યર્ક્તાએ આરોપીઓની વાતચીત સાંભળી લીધી હતી. કેટલાક કાર્યર્ક્તાઓએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે આરોપીઓ ભાગવા લાગ્યા હતા. જોકે પોલીસે પીછો કરીને ૪ લોકોને ઝડપી લીધા હતા.