સવાઈમાધોપુર,
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં એક બેરોજગાર ઉર્દૂ શિક્ષકે રાજસ્થાન સરકારની સ્ટાફિંગ પેટર્ન અંગે ફરિયાદ કરી હતી. સવાઈ માધોપુરનો યુવક ઇકરામ અહેમદે રાહુલ ગાંધીને કહ્યું કે મુસ્લિમોને માત્ર વોટ બેંક તરીકે ગણવામાં આવે છે, વોટ માટે યાદ કરવામાં આવે છે, પરંતુ જ્યારે મુસલમાનને અધિકાર આપવાની વાત આવે છે ત્યારે તેને તે મળતા નથી. ઉર્દૂ શિક્ષકની ભરતી તેનું ઉદાહરણ છે.
આ બાબતે રાહુલે પૂછ્યું કે તમે આવું કેમ બોલો છો, શું થયું? રાહુલે કોંગ્રેસ પ્રદેશ અયક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાને પણ પૂછ્યું કે નારાજગીનું શું કારણ છે. યુવકે કહ્યું કે ૨૦૨૧ના બજેટમાં ૨૧૦૦ ઉર્દૂ શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ માત્ર ૩૦૦ની જ ભરતી કરવામાં આવી.સ્ટાફિંગ પેટર્ન બદલાઈ ગઈ, ત્યારે આ ગોવિંદસિંહ ડોટાસરા જ શિક્ષણ મંત્રી હતા. તેમના કાર્યકાળથી અત્યાર સુધી ભરતી અટકેલી છે.
આ અંગે ડોટાસરાએ ભરતી અંગે બેરોજગાર ઉર્દૂ શિક્ષકની ફરિયાદ અંગે સ્પષ્ટતા આપી હતી. રાહુલ ગાંધીએ ડોટાસરાને કહ્યું કે યુવાનો રોજગાર નોકરીની સમસ્યાઓ કોઈપણ ભોગે દૂર થવી જોઈએ. આ પછી રાહુલ ગાંધીએ બેરોજગાર ઉર્દૂ શિક્ષકને ગળે મળીને ઉર્દૂ શિક્ષકો અને લઘુમતીઓના પ્રશ્ર્નો દૂર કરવાની ખાતરી આપી હતી. રાજસ્થાનમાં પ્રવાસનો આજે ૯મો દિવસ છે. દિવસના પ્રથમ તબક્કામાં આ યાત્રાએ લગભગ ૧૩ કિલોમીટરનું અંતર કાપ્યું છે. સવાઈ માધોપુરના સૂરવાલ ખાતે યાત્રાએ લંચ બ્રેક લીધો છે.મદરેસાના વિદ્યાર્થીઓએ સવાઈ માધોપુરના કરમોધા ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતુ. રાહુલ ગાંધી મદરેસાના વિદ્યાર્થીઓને મળવા માટે થોડો સમય રોકાયા હતા.
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન સતત લોકોને મળી રહ્યા છે. રાહુલ સાથે ખેડૂતો, મજૂરો, વેપારીઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અલગ-અલગ મુલાકાત કરી રહ્યા છે. રાજસ્થાનને લગતી અનેક સમસ્યાઓ અંગે રાહુલ ગાંધીને છેલ્લા અઠવાડિયામાં ફીડબેક મળ્યો છે. સમાજના વિવિધ વર્ગના લોકો રાહુલને મળ્યા હતા અને સરકારી તંત્રો અને યોજનાઓ સંબંધિત ખામીઓ જણાવી છે.
લોકો તરફથી મળેલા ફીડબેકના આધારે રાહુલ ગાંધીએ અશોક ગેહલોતને કેટલાક મુદ્દાઓ પર કામ કરવા કહ્યું છે. રાહુલ ગાંધીના સૂચનોના આધારે સરકારમાં આગામી દિવસોમાં મોટા નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે. જનતાને લગતા વિભાગો અને સેવાઓને સુધારવા માટે હવે વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. રાહુલ યાત્રા દરમિયાન અલગ-અલગ નેતાઓ સાથે પાર્ટી સંગઠન અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. યાત્રા દરમિયાન રાહુલ રાજસ્થાન સાથે જોડાયેલા વિષયો પર લોકો સાથે સતત વાત કરી રહ્યા છે. કેટલાક લોકો રાહુલને ગાંધી પરિવારના ફોટા અને અન્ય વસ્તુઓ પણ આપી રહ્યા છે.
સવાઈ માધોપુરના ખંડેરના જીનાપુરથી આ યાત્રા શરૂ થઈ હતી. સુરવાલ બાયપાસ સુધી પ્રથમ તબક્કામાં ૧૩.૨ કિલોમીટર પછી લંચ બ્રેક લેવામાં આવ્યો છે. સુરવાલ બાયપાસથી દુબ્બી બનાસ સુધી ૯.૨ કિલોમીટર સુધી ચાલશે. સાંજે, દુબ્બી બનાસ સુધીની યાત્રા થશે, આ પ્રવાસનો છેલ્લો પોઈન્ટ છે. સવાઈમાધોપુર પાસે દહાલોદ ખાતે યાત્રા રાત્રિ આરામ થશે.કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું- કોણ મુખ્યમંત્રી બનશે કે બની તે ચૂંટણી પછી જોવા મળશે. કોઈ વ્યક્તિ માટે નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીને જનાદેશ મળ્યો છે. કોણ સીએમ બનશે તે હવે પછી જોવામાં આવશે. અમારી પ્રાથમિક્તા કોંગ્રેસની સરકાર બનાવવાની છે. આપણા દેશમાં ચૂંટણી કોઈ બે વ્યક્તિઓની વચ્ચેની કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી રાજસ્થાનમાં કોંગ્રેસના મહિલા ઝ્રસ્ના સવાલ પર જયરામ રમેશે કહ્યું કે આશા છે. મુખ્યમંત્રી કોણ બનશે તે પછીથી જોવામાં આવશે.
રાહુલ ગાંધીએ કેન્દ્રની અગ્નિવીર યોજના પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ચાર વર્ષ બાદ અગ્નિવીરોને સેનામાંથી કાઢી મુકવામાં આવશે. સવાઈ માધોપુરના કુસ્ટલા ખાતે આયોજિત નુક્કડ સભામાં રાહુલે કહ્યું કે ભાજપ પૂછે છે કે શું ભારત જોડવા નીકળ્યા છે, તૂટ્યું શું છે, કરોડો યુવાનોના સપના ચકનાચૂર થઈ ગયા છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં રાજસ્થાન-હરિયાણા સરહદ પાર કર્યા બાદ સપ્તાહભરનો લાંબો બ્રેક લેવાશે. ૨૪ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી સુધી યાત્રાનો બ્રેક રહેશે. યાત્રામાં બ્રેકવાળા દિવસોમાં રાહુલ ગાંધી લોક્સભામાં હાજરી આપી શકે છે.