અમદાવાદ,
ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે પ્રદેશ પ્રમુખને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. રઘુ દેસાઈની જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગ છે. રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. તેમણણે કોંગ્રેસને હરાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
રાધનપુર કોંગ્રસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્યનો પત્ર ઘટસ્ફોટ સામે આવ્યો છે. રઘુ દેસાઈએ જણાવ્યું કે, રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છે. ચૂંટણીમાં કેટલાકે પાર્ટીમાં રહી પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું. જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ ભાગ ભજવ્યો હતો. ઠાકોરે પાર્ટી વિરુદ્ધનું કામ કરનારાઓને કાબૂમાં ન રાખ્યા. સાથે જ તેમણે જગદીશ ઠાકોરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી છે.