ઝાલોદ નગરમાં શ્યામ બાબાની ભવ્ય ભજન સંધ્યાનું આયોજન અગ્રવાલ પરિવાર તરફથી કરવામાં આવ્યું

ઝાલોદ,

ઝાલોદ નગરમાં નરેશકુમાર બનારસીલાલ અગ્રવાલ દ્વારા તેમના પુત્ર અંકિતને ત્યાં પુત્ર થતાં જળવા પૂજન સંદર્ભે ભવ્ય શ્યામ ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું. આ ભજન સંધ્યામાં દેવાસ થી આવેલ રજનીશજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સહુ કોઈ શ્યામ ભક્તોએ તેમના આશીર્વાદનો લ્હાવો લીધો હતો. શ્યામ ભજન સંધ્યામાં શ્યામ જગતના ખ્યાતનામ કલાકાર જયપુરના અભિષેક નામાને બોલાવવામાં આવેલ હતા. અભિષેક નામાં દ્વારા બાબા શ્યામના ભવ્ય દરબાર અને જ્યોત દર્શનની વચ્ચે પ્રસિદ્ધ ભજનો દ્વારા ભાવિક ભક્તોને ભક્તિના રંગમાં ઝુમી ઉઠયા હતા. સહુ કોઈ શ્યામ પ્રેમી ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા અને બાબા શ્યામના દરબારમાં સહુ કોઈ શ્યામ પ્રેમીએ ઝૂમી આનંદ લીધો હતો. બાબા શ્યામના ભજન વચ્ચે દરેક શ્યામ ભક્તોના ચહેરા પર અનેરો ઉત્સાહ અને બાબા શ્યામ પ્રત્યે અનેરો ભાવ જોવા મળ્યો હતો.