ગરબાડા,
ગરબાડાની બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા જીગ્નેશભાઈ રમણભાઈ રસુઆતને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત રૂ. બે લાખનો ચેક આપવામાં આવ્યો. ગરબાડા તાલુકાની અભલોડ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક શાખામાં અભલોડ ગામતળના રમણભાઈ પ્રેમચંદભાઈ રસુઆત દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત તેમણે 436 રૂપિયા પ્રીમિયમ ભરેલું હતું અને રમણભાઈ પ્રેમચંદભાઈ રસુઆતનું આકસ્મિક નિધન થઈ જતાં તેમના પરિવારને અભલોડ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના બેંક મેનેજર મહાવીર મીણા દ્વારા મૃત્યુ પામનારા પરિવારના વારસદાર જીગ્નેશભાઈ રમણભાઈ રસુઆતને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા અંતર્ગત તેમને સીધો લાભ મળે તે માટે બેંક ખાતે બોલાવી રૂપિયા બે લાખનો ચેક આપવામાં આવ્યો હતો.