મહિસાગર,
ભારત સરકાર દ્વારા વર્ષ 2019 થી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન) યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. સરકાર દ્વારા આ યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 6,000/- ત્રણ હપ્તાઓ પેટે ખાતેદાર ખેડૂતના બેંક એકાઉન્ટમાં DBT મારફત જમા કરવામાં આવે છે. ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર તરફથી મળેલ સૂચનાઓ મુજબ આગામી હપ્તાઓનો લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતને e-KYC કરાવવું ફરજીયાત છે. જે મુજબ e-KYC કરાવવા માટેની છેલ્લી તારીખ 31/12/2022 હોય જે ધ્યાને લઇ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભ લેતા તમામ લાભાર્થીઓને e-KYC કરાવવા નીચે મુજબ અમલવારી કરવાની રહેશે. e-KYC થયા સિવાય લાભાર્થી આગામી હપ્તો મેળવી શકાશે નહિ.
e-KYC કરાવવા માટે લાભાર્થી ખેડૂતે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ બાયોમેટ્રિક દ્વારા e-KYC કરી શકાશે. આ ઉપરાંત અન્ય રીતે પી.એમ.કિસાન યોજનાની વેબસાઈટ https://pmkisan.gov.in પોર્ટર પર Farmer Corner e-KYC માં જઈ લાભાર્થી ખેડૂત OTP મારફત પોતાની જાતે અપડેટ કરી શકશે. જેના માટે લાભાર્થી ખેડૂતના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલ હોવા આવશ્યક છે. e- KYC કરાવવા માટે લાભાર્થી ખેડૂતે ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શાખામાં જઈ બાયોમેટ્રિક દ્વારા e- KYC કરી શકાશે તેમજ ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શાખા આધાર કાર્ડ સાથે ખેડૂતનો મોબાઈલ નંબર પણ લિંક કરી આપશે. વધુ માહિતી માટે તાલુકા પંચાયત તેમજ આપના ગામના તલાટી, ગ્રામ સેવક, વી.સી.ઇ. નો સંપર્ક કરવા તેમજિલ્લા ખેતીવાડી અધિકારી, મહિસાગરની યાદી જણાવે છે.