ઝાલોદ,
ગાયત્રી પરિવાર હોલ લીમડી ખાતે એક સનાતનના વાહક એવા સત્સંગી મિત્રો સાથે સત્સંગ બેઠક મળી હતી. જેમાં યુગ પરિવર્તન કેમ જરૂરી છે. મનુષ્ય યોનીનુ મહત્વ તથા સનાતન વિચારોથી જગતનુ કલ્યાણ કેવી રીતે થઈ શકે છે એ બાબતે ગહન ચિંતન કરવામાં આવ્યું હતું. આ અગત્યના પરંતુ સંવાદમા મુખ્ય અતિથિ તરિકે પ્રોજેક્ટ યુગ પરિવર્તન સિનર્જી પ્લેટફોર્મ ના સંસ્થાપક દિલ્હીથી ડો.હિતેશ ચંદેલજી ઉપસ્થિત રહ્યા હતાં. મહેમાનોનુ મલુભાઈ ભુરિયા અને જયંતિભાઈ પરમારએ સ્વાગત કર્યુ હતું. આજના આ કાર્યક્રમમા રાષ્ટ્ર ધર્મ પ્રેમી મિત્રો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતાં. આ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન અજિતદેવ પારગી દ્વારા કરવામાં આવ્યું હતું. અજીતદેવ પારગી દ્વારા છેલ્લે સમગ્ર પ્રોગ્રામને સંચાલિત કરવામાં મને સહભાગી બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો.