ગોધરા,
ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા મુખ્ય અધિકારી(નગરપાલીકા), વર્ગ-3 ( જાહેરાત ક્રમાંક:11/2022-23)ની જગ્યાઓ પર ભરતી કરવા માટેની પ્રિલિમિનરી (પ્રાથમિક) પરીક્ષા તા.18/12/2022ને રવિવારના રોજ યોજાનાર છે. આ પરીક્ષાના સુચારૂં સંચાલન, આયોજન અને જરૂરી વ્યવસ્થાના પરામર્શ અર્થે જિલ્લા કલેકટરની કચેરી ગોધરા- પંચમહાલ ના વી.સી.હોલમાં નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિના સભ્યો સાથે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ચુડાસમાએ આ પરીક્ષાના સુચારૂં સંચાલન માટે સભ્ય સચિવ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી જે.એમ. પટેલ દ્વારા મુખ્ય અધિકારી(નગરપાલીકા),વર્ગ-3ની જગ્યાઓ પર ભરતી કરવા માટેની પ્રિલિમિનરી(પ્રાથમિક) પરીક્ષા તા.18/12/2022ને રવિવારના રોજ યોજાનાર પરીક્ષામાં પંચમહાલ જિલ્લાના ગોધરા, કાલોલ, હાલોલ, શહેરા અને મોરવા(હ)ના 31 કેન્દ્રો ખાતે થી 8,670 ઉમેવારો પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ઉમેદવારો શાંત વાતાવરણમાં નિર્ભયતાથી, આત્મવિશ્ર્વાસ સાથે પરીક્ષા આપી શકે તે માટે કરેલ કામગીરીની વિગતો મેળવી જરૂરી સલાહ સુચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના સભ્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મતિ જી.એચ.પટેલ, જિલ્લા પોલીસ વિભાગના અધિકારી, એમ.જી.વી.સી.એલ.ના અધિકારી, એસ.ટી.ના અધિકારી, જિલ્લા તિજોરી અધિકારી ચૌધરી, શિક્ષણ નિરીક્ષક જે.કે.પરમાર સહિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સ્ટાફગણ ઉપસ્થિત રહયાં હતા.