કાલોલના વ્યસડા ગામે જંગલી ભુંડના હુમલામાં ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતાં નવ નિવાધીન ધારાસભ્ય ઈજાગ્રસ્તોના પરિવારને મળી સાંત્વના આપી

કાલોલ,

કાલોલ તાલુકાના વ્યસડા ગામમાં જંગલી ભુંંડના આંતક જોવા મળી રહ્યો છે. ભુંડ દ્વારા ત્રણ વ્યકિત ઉપર હુમલાના બનાવો સામે આવ્યા છે. અને ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભુંડના હુમલામાં ઈજાગ્રસ્તોની મુલાકાતમાં નવ નિવાધીન ધારાસભ્ય પહોંંચીને પરિવારજનોને સાંત્વના આપી.

કાલોલ તાલુકાના વ્યસડા ગામમાં છેલ્લા ધણા સમયથી જંગલી ભુંડના ત્રાસ વધી રહ્યો છે. વ્યસડા ગામ વૃધ્ધ ખેડુત વહેલી સવારે ખેતરમાં ધાસચારો કાપી રહ્યા હતા. ત્યારે વૃધ્ધ ઉપર ભુંડ હુમલો કરીને વૃધ્ધના શરીરે બચકાં ભરીને ગંભીર રીતે ધાયલ કર્યા હતા અને જંગલી ભુંડ દ્વારા વૃધ્ધ હુમલો કરતાં બચાવવા ગયેલ બે વ્યકિત ઉપર પણ ભુંડે હુમલો કરી ત્રણ વ્યકિતને ઈજા પહોંચાડતા ત્રણને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વૃધ્ધને ગંભીર હાલતમાં સારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વ્યસડા ગામે જંગલી ભુંડના હુમલામાં ત્રણ વ્યકિતઓ ઉપર હુમલો થયાની ધટનાની જાણ થતાં કાલોલના નવ નિવાધીન ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વ્યસડા ગામે પહોંચીને ઈજાગ્રસ્તોના પરિવારજનોને મળી સાંત્વના આપી હતી અને સરકારમાં રજુઆત કરવાની ખાતરી પણ આપી હતી.