દાહોદ,
દાહોદ જિલ્લા કોર્ટ ખાતે કુલ 7 મદદનીશ સરકારી વકીલ/અડીપીપીઓની નિમણુંક માટે વકીલ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે લાયકાત તરીકે મદદનીશ સરકારી વકીલ/અડીપીપી, જિલ્લા કોર્ટ કે હાઈકોર્ટમમાં એડવોકેટ તરીકે ઓછામાં ઓછા 7 વર્ષથી સક્રિય હોય, ઉમેદવાર 55 વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઈએ તેમજ પોતાની નિમણુંકના ઓછામાં ઓછા 3 વર્ષ પુર્વેની મુદ્દત માટે આવકવેરા કરદાતા હોવા જોઈએ. આ જગ્યાઓ માટે ઉમેદવારો નોંધાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ ઉમેદવારી માટેની અરજી અત્રેની કલેકટર કચેરી દાહોદની અધિક ચીટનીશ શાખાના કાયદા દફતરેથી કામકાજના દિવસો દરમિયાન મેળવી લેવાની રહેશે. અથવા નિયત થયેલા નમુનાના અરજી પત્રકમાં અરજી કરવાની રહેશે. ભરેલ અરજી ફોર્મમમાં જન્મ તારીખ, અનુભવ, શૈક્ષપિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ, તથા છેલ્લા વર્ષના આવકવેરા રિટર્ન સામેલ રાખીને કલેકટર કચેરી દાહોદને મોડામાં મોડુ તા.30 ડિસેમ્બર સુધીમાં મળી જાત તે રીતે મોકલી આપવાની રહેશે. અધુરી વિગતવાળી, નિયમ નમુના સિવાયની તથા નિયમ સમયમર્યાદા બાદ મળેલી અરજીઓને વિચારણામાં લેવાશે નહિ. અનુ.જાતિ, અનુ.જનજાતિ અને અન્ય પછાત વર્ગનના ઉમેદવારોને નિયમોનુસાર અગ્રતા આપશે. સદરહુ જાતિના ઉમેદવારોએ જાતિ અંગેની સંપુર્ણ વિગતો અરજીમાં આપવી તથા જાતિ અંગેના સક્ષમ સત્તાધિકારીઓના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અરજી સાથે સામેલ રાખવી.