ગોધરા,
પંચમહાલ સમાચાર દ્વારા આપેલ અંક તા.3/11/2022 અને તા.7/11/2022 અંગે વધુ ધાર્મિક સમાચાર અંક વધુ ગોધરા કસ્બાના સીટી સર્વે નંબર 14/288/2 થી 14/288/24 વાળી જમીનો મહાલક્ષ્મી માતા ટ્રસ્ટની ગોધરા રેલ્વે સ્ટેશનની સામે આવેલી છે અને તે મિલ્કતો ઉપર હિન્દુ સમાજના કોમના વર્ષા વસંતકુમાર ભગત, સિદ્દીક યુસુફ છુંગા ઈલ્યાસ, અહેમદ રસુલ સિંધી મુસ્લીમ કોમના આગળ પડતા ઈસમો દ્વારા ખોટી રીતે ભાડાપટ્ટાની કાયદા વિરૂદ્ધ ખોટા મહેસુલીઓ, કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા મોટી મોટી લાગવતો ધરાવી તેમજ ટ્રસ્ટ એકટના કાયદા બહારની સત્તાઓ વાપરી અને ચેરીટી કમિશ્ર્નરો જે તે સમય અધિકારીઓના હુકમો નહી હોવા છતાં મહાલક્ષ્મી માતાની ટ્રસ્ટની હિન્દુ સમાજ દાન કરેલ મિલ્કતો ભાડા પટ્ટાની આળ લઈ ગેરકાયદેસર વેચાણ ના થઈ શકે તેવી ગેરકાયદેસર મોટી મોટી લાંચ રૂશ્વતો આપી તેમના આજુબાજુના સગા સંબંધીઓને વેચાણ દસ્તાવેજો અને પોતાની માલિકી મિલ્કતો હોય ખોટા ખોટા કુલમુખ્તયારો બનાવી ટ્રસ્ટની મિલ્કતો એક પછી એક વેચાણ દસ્તાવેજો સબ રજીસ્ટાર ગોધરા દ્વારા કરી તેઓને ટ્રસ્ટની મિલ્કતોમાં લાંચ રૂશ્વતો આપી અપાવી દાનની ધાર્મિક હિન્દુ સમાજ દ્વારા આપેલ મિલ્કતોના ટ્રસ્ટ કાયદા તથા ચેરીટી કમિશ્ર્નરના હુકમો વગર મોટા પ્રમાણમાં દસ્તાવેજો કરી અનેક પ્રકારની લાગવગ ધારીઓએ ખૂબજ મોટા પ્રમાણમાં એક પછી એક ફેરફાર કરી મહાલક્ષ્મી માતા ટ્રસ્ટની મિલ્કતો વેચાણ કરનાર કુમુદનીર કરનાર (1) વર્ષાબેન વસંતકુમાર ભગત (ર) સિદ્દીક યુસુફ છુંગા (3) ઈલ્યાસ અહેમદ રસુલ સિંધી નામના હિન્દુ-મુસ્લીમ સમાજના ઈસમો દ્વારા ભાડા પટ્ટાની આગળ બતાવી મહાલક્ષ્મી માતાની ટ્રસ્ટની સીટી સર્વે નં.288/1/અ જેનો ક્ષેત્રફળ (1725 ચો.મી.7776) એફ વાળી મિલ્કતો સત્તા પ્રકારનું વર્ણન (ધર્માદા/વકફ અને ઈત્તર ધર્માદા) સંસ્થાઓ માટે આપેલી જમીનો ઈન્કવાયરી ઓફિસરના ઠરાવને આધારે તાત્કાલીક સુધી શકાય. 1936 હકક અંગે ધારણ કરનારા નામો (1) મહાલક્ષ્મી માતાના વહીવટદાર હિન્દુ સમાજના (1) રણછોડરાય મોયારામ (2) બાઈ જયંતિ અંબાલાલા દલસુખની દિકરી (3) સત્યભામા અંબાલાલ દલસુખની દિકરી (4) સગીરના વાલી બાઈ જયંંતિ ધારણ કરનારના નામો દાખલ થયેલા છે. જેનો રેકર્ડમાં ઉલ્લેખ છે. ત્યારપછી અનેક પ્રકારની શરતની ચાલો એક પછી એક રમવાનું ચાલી રાખી અને કાયદા તથા ચેરીટી કમિશ્ર્નરોએ કયા કયા હુકમો આપેલ તારીખોની જે તે સમયના સાહેબોની નોંધોનો ઉલ્લેખ કરેલ નથી અને મહાલક્ષ્મી માતા જમીનમાં ભાડા પટ્ટે કોને આપી અને કયા વહીવટદાર ચેરીટી કમિશ્ર્નરોના પરમીશન લીધા તેની કોઈ વિગતો જાહેર કરેલ નથી.
આમ, મહાલક્ષ્મી માતાની જમીનોમાં સીટી સર્વે નં. (એસ.આર.)ની નકલની પુરેપુરી વિગતો નજર અંદાજથી જોવામાં આવે તો આ જમીનો ઉપર સીટી સર્વેના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા રેકર્ડની પણ ચકાસણી કરવામાં આવેલ નથી. જો આવી (દાન, ધર્માદાની) મિલ્કતોમાં ખોટું કરશે કરાવશે તો પોતે ભોગવુંં પડશે અને આવનાર પેઢીઓને પણ ભોગવું પડશે. જે હિન્દુ અને મુસ્લીમ સમાજદ્વારા પોતાના ધર્મમાં જણાવ છે. જેમાં કાયદા વિરૂદ્ધ ટ્રસ્ટની મિલ્કતો હિન્દુ સમાજની હોય અને અશાંતધારાનો કાયદો લાગુ પડતો હોય અને ટ્રસ્ટની મિલ્કતો વેચાણ કરવાના અધિકારો વહિવટી કે પુજારીઓને સંર્પૂણ કાયદા અંગે આપેલના હોય જેથી વહીવટદારની જગ્યાએ મહાલક્ષ્મી માતા ટ્રસ્ટનું નામ અને નોંધણી નંબર પાડી ગુજરાત સરકારશ્રીના મહેસુલ વિભાગ તા.9/4/2010ના પરિપત્ર ક્રમાંક (એસ/30/2207/3347/ગ થી બાબતે ગેરકાયદેસર તમામ નોંંધો સહિતની કાર્યવાહી થાય તેમજ કાયદા વિરૂદ્ધ જે તે સમયના ચેરીટી કમિશ્ર્નરોના હુકમો થયેલા ના હોય સીટી સર્વે કચેરીની એસ.આર.ની નકલોમાં પરમીશનો ના હોય તમામની તમામ મૂળ જમીનો મહાલક્ષ્મી માતા ટ્રસ્ટની મિલ્કતોમાં ઉપર જણાવેલ સરકારશ્રી આદેશોની તાત્કાલીક કાર્યવાહી થાય તેવી હિન્દુ સંગઠનની પોતાની માલિકીની મિલ્કતો અંગેની માંગો છે.
મહેસુલ વિભાગ તા.9/4/2010 વિરૂદ્ધ પડેલ નો (1353/1477/1478/1520/1538/1568/1569/1570/1629/1530/1723/1789/1918/1975/1920/2071/2150/2168/2169/2186/2187/2220/2221/2222/2223 સને (2010) (2011) માં નોંધો પડેલ છે. જે કાયદા તથા મહેસુલ વિભાગ ગુજરાત સરકારના પરિપત્ર તા.9/4/2010 વિરૂદ્ધની હોય તમામ નોંધો નામંજુર કરી કરાવી મહાલક્ષ્મી માતા ટ્રસ્ટ તથા નોંધણી નંબર સહિતની નોંધ કરતો હુકમ થાય તેવી માંગો ઉઠવા પામેલ છે. આ તમામ નોંધો રીવિઝનમાં લઈ નામંજુર કરવાની સત્તાઓ પંચમહાલ જીલ્લા કલેકટર અને વહીવટી કર્મચારીઓ, અધિકારીઓની બને છે.