નવીમુંબઇ,
મુંબઈના શ્રદ્ધા વાલ્કર મર્ડર કેસમાં એક પછી એક ખુલાસાઓ થઇ રહ્યાં છે. આરોપી આફતાબ અમીન પૂનાવાલા શ્રદ્ધાના મર્ડર બાદ જે ખુલાસાઓ બહાર આવી રહ્યાં છે તે ચૌકાવનારા છે. શ્રદ્ધાને આફતાબ પુનાવાલા એટલી હદે માર મારતો હતો કે શ્રદ્વા ડરી ગઇ હતી. ઘણી વાર શ્રદ્વાને ઇજાઓ પણ પહોંચી હતી.
શ્રદ્ધાએ મુંબઈની ત્રણ હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. પરંતુ, ક્યારેય ડૉક્ટરને હુમલા વિશે જણાવ્યું ન હતું. આ જ કારણ હતું કે, સારવાર દરમિયાન કોઈ હોસ્પિટલને શ્રદ્ધાનું એમએલસી નહોતું મળ્યું. દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, એક ટીમ મુંબઈ મોકલવામાં આવી છે.
અહીં તપાસમાં જાણવા મળ્યું કે, આફતાબે ૨૦૨૦ અને ૨૦૨૧માં શ્રદ્ધાને માર માર્યો હતો. આ દરમિયાન તેના ચહેરા અને શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ થઈ હતી. જે બાદ શ્રદ્ધાએ મુંબઈની ત્રણ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. દિલ્હી પોલીસે આ ત્રણ હોસ્પિટલના બે ડોક્ટરોના નિવેદન નોંધ્યા છે.
ડૉક્ટરોએ માહિતી આપી છે કે, શ્રદ્ધાએ ક્યારેય તેને આફતાબ મારી રહ્યો છે તે વિશે વાત કરી નથી. તેથી જ તેનું એમએલસી બનાવવામાં આવ્યું નથી. દિલ્હી પોલીસે શ્રદ્ધાના મિત્ર લક્ષ્મણ નાદર અને મુંબઈમાં શ્રદ્ધાના બોસ કરણ બહારીના નિવેદન પણ નોંયા છે. જેમણે જણાવ્યું કે, શ્રદ્ધાએ તેમને ક્યારેય લડાઈ વિશે જણાવ્યું નથી. એકવાર જ્યારે શ્રદ્ધાએ પોલીસમાં ફરિયાદ કરી ત્યારે તેમને ખબર પડી કે, આફતાબે શ્રદ્ધાને માર માર્યો હતો. દિલ્હી પોલીસે મુંબઈમાં કુલ ૧૬ લોકોના નિવેદન નોંધ્યા છે.
છતરપુરમાં આફતાબના ભાડાના મકાનમાંથી પાંચ ચાકુ મળી આવ્યા હતા. જ્યારે પોલીસે આરોપીને તેમના વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, તે મુંબઈની તાજ હોટલમાં શેફ છે. આ કારણથી તેને છરીઓ રાખવાનો શોખ હતો. પોલીસને શંકા છે કે, તેણે આ છરીઓનો ઉપયોગ શ્રદ્ધાના શરીરને કાપવા માટે કર્યો હશે. આવી સ્થિતિમાં પોલીસે પાંચેય છરીઓને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધી છે.