- રાવલપિંડીમાં રમાયેલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ૭૪ રનથી જીત.
મુલતાન,
ઈંગ્લેન્ડે મુલતાનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડે ૩ ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી લીધી છે. પાકિસ્તાન અહીં મુલતાનમાં મજબૂત સ્થિતિમાં હતું પરંતુ ટેસ્ટના ચોથા દિવસે કંઈક અદ્ભુત બન્યું કે ઈંગ્લેન્ડે મેચમાં જબરદસ્ત વાપસી કરી અને થોડી જ વારમાં મેચ જીતી લીધી. પાકિસ્તાન આ મેચ ૨૭ રને હારી ગયું અને ઈંગ્લેન્ડે ટેસ્ટ શ્રેણી જીતી લીધી. રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ મેચ ઈંગ્લેન્ડે ૭૪ રને જીતી લીધી હતી. આ ૨૨ વર્ષ પછી બન્યું છે જ્યારે ઈંગ્લેન્ડે પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી, આ પહેલા વર્ષ ૨૦૦૦/૦૧માં ઈંગ્લેન્ડે ૧-૦થી શ્રેણી જીતી હતી.
પ્રથમ ટેસ્ટમાં જ્યાં એક તરફ ઘણા રન જોવા મળ્યા હતા, તો બીજી તરફ આ મેચમાં આવું કંઈ જોવા મળ્યું નથી. ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં ૨૮૧ રન બનાવ્યા હતા, જેમાં બેન ડકેટ અને ઓલી પોપની અડધી સદી સામેલ હતી. પાકિસ્તાનના અબરાર અહેમદે પ્રથમ દાવમાં ૭ વિકેટ લઈને ઈંગ્લેન્ડને ઘૂંટણિયે લાવી દીધું હતું. પાકિસ્તાનની ટીમ ૨૦૨ રન પર ઓલઆઉટ થઈ ગઈ, સઈદ શકીલ સિવાય કોઈ પાકિસ્તાની બેટ્સમેન શાનદાર પ્રદર્શન કરી શક્યો નહીં. પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડના જેક લીચે ચાર વિકેટ લઈને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે ૨૭૫ રન બનાવ્યા હતા, આ ઇનિંગમાં હેરી બ્રુકની શાનદાર સદી (૧૦૯) ઇંગ્લેન્ડ માટે કામ આવી હતી અને તેણે મોટો સ્કોર બનાવ્યો હતો. બીજી ઇનિંગમાં પણ બેન ડકેટે ૭૯ રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગના આધારે પાકિસ્તાનને ૩૫૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો, આશ્ર્ચર્યજનક વાત એ હતી કે પાકિસ્તાન પાસે લગભગ અઢી દિવસનો સમય હતો તેમ છંતાપણ મેચ હારી ગયુ હતું.
પાકિસ્તાન વિ ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી (પાકિસ્તાનમાં)
ઈંગ્લેન્ડ ૧-૦ (૩ મેચની શ્રેણી) ૧૯૬૧/૬૨ જીત્યું.
શ્રેણી ૦-૦થી ડ્રો (૩ મેચની શ્રેણી) ૧૯૬૮/૬૯.
શ્રેણી ૦-૦થી ડ્રો (૩ મેચની શ્રેણી) ૧૯૭૨/૭૩.
શ્રેણી ૦-૦ (૩ મેચની શ્રેણી) ૧૯૭૭/૭૮ ડ્રો.
પાકિસ્તાન ૧-૦ (૩ મેચની શ્રેણી) ૧૯૮૩/૮૩ જીત્યું.
પાકિસ્તાન ૧-૦ (૩ મેચની શ્રેણી) ૧૯૮૭/૮૮ જીત્યું.
ઈંગ્લેન્ડ ૧-૦ (૩ મેચની શ્રેણી) ૨૦૦૦/૦૧ જીત્યું.
પાકિસ્તાન ૨-૦ (૩ મેચની શ્રેણી) ૨૦૦૫/૦૬ જીત્યું.
ઈંગ્લેન્ડ ૨-૦થી આગળ છે (૩ મેચની શ્રેણી) ૨૦૨૨/૨૩.
આ હાર પાકિસ્તાન માટે ડંખવા જેવી છે કારણ કે આ બીજી વખત છે, જ્યારે પાકિસ્તાન તેના જ ઘરઆંગણે સતત ૩ ટેસ્ટ મેચ હારી ગયું છે. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે એક મેચ હારી ગયું હતું, હવે તે ઇંગ્લેન્ડ સામે સતત બે મેચ હારી ગયું છે. પાકિસ્તાન સાથે આ અગાઉ આવું ૧૯૫૯માં થયું હતું.
૧૯૫૯ – લાહોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હાર, ઢાકા-લાહોરમાં ઓસ્ટ્રેલિયા સામે હાર.
૨૦૨૨- ઓસ્ટ્રેલિયા લાહોરમાં હારી ગયું, ઈંગ્લેન્ડ રાવલપિંડી-મુલતાનમાં હારી ગયું.