બલ્લારી,
કોઇ નેતા જ્યારે પોતે જે શાળામાં ભણ્યો હોય તે શાળામાં પહોંચે ત્યારે હમેંશા તે શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો ોત બનતો હોય છે.. પરંતુ કર્ણાટકના એક મંત્રી જ્યારે પોતે જે શાળામાં ભણ્યા તે શાળાના એક કાર્યક્રમમાં પહોંચ્યા તો વિદ્યાર્થીઓ સમક્ષ જે બોલ્યા તેનાથી વિદ્યાર્થીઓ અવળા માર્ગે ન ચઢે તો જ નવાઇ.
કર્ણાટકના મંત્રી શ્રીરામુલુએ બેલ્લારીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પરીક્ષામાં નકલ કરવાના ગુણગાન ગાયા, આ સાથે તેમણે પોતાની જ પોલ ખોલી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તેમણે નકલ કરવામાં મહારથ મેળવેલી છે,અને તેમણે નકલ કરીને જ ધોરણ ૧૦ની પરીક્ષા પાસ કરી છે. મંત્રીએ કહ્યું કે હું નકલ કરવામાં પીએચડી છું.
મંત્રી શ્રીરામુલુએ વધુમાં કહ્યું કે ટ્યુશનમાં દરરોજ બધાની સામે મારું અપમાન થતું હતું. દરરોજ મને કહેવામાં આવતું કે હું કેટલો મૂર્ખ છું. જ્યારે મેં ધોરણ ૧૦ની પરીક્ષા પાસ કરી ત્યારે શિક્ષકને આશ્ર્ચર્ય થયું કે હું કઇ રીતે ૧૦મું ધોરણ પાસ થયો.
બલ્લારીમાં વિદ્યા વર્ધક સંઘ એસજી પ્રી-યુનિવસટી કોલેજના ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં વિદ્યાર્થીઓને સંબોધતા મંત્રીજીએ આ વાત કહી.. તેઓ આ જ કોલેજના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. શ્રીરામુલુએ કહ્યું, “હું વર્ગમાં બેક બેન્ચર હતો. મેં પરીક્ષા દરમિયાન ગેરરીતિ કેવી રીતે કરવી તે અંગે પીએચડી કર્યું છે.
મેં મારા શિક્ષકોની રેગિંગ કરેલી છે.. જ્યારે હું જીન્સ પહેરતો ત્યારે છોકરીઓ મને જોતી. હું ૧૪ વખત જેલમાં ગયો છું. એમ ન વિચારતા કે કોઇ ફિલ્મનો ડાયલોગ છે. આ વાસ્તવિક્તા છે. જોકે હું માત્ર ગરીબોની રક્ષા કરવા અને જરૂરિયાતમંદોને ન્યાય અપાવવા માટે જ લડાઇ કરતો.