પેઈચીંગ,
દુનિયામાંથી કોરોનાએ વિદાઈ લઈ લીધી છે પણ કોરોનાના જનક ચીનમાં કોરોનાએ મોં ફાડ્યું છે. કોરોના લોકડાઉન સામે ચીનાઓના લોકરોષને પગલે સરકારે લોકડાઉન હળવું કર્યું હતું પરંતુ પાબંદીઓ હળવી કર્યા પછી કોરોનાનો ખોફ વધી ગયો છે અને દર્દીઓની સંખ્યામાં ખતરનાક રીતે વધારો થયો છે. કોરોનાની દવાની અછના કારણે દવાના ભાવમાં અસહ્ય વધારો થયો છે. દવાની દુકાનોમાં લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.
કોરોનાના કેસમાં ઉછાળો જોઈને શી ઝીનપીંગ સરકારે સ્વાસ્થ્ય સેવાઓ દુરસ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે, જે અંતર્ગત હોસ્પિટલોમાં મોટા પાયે આઈસીયુ ખોલવામાં આવી રહ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસના પ્રચારને રોકવા કોઈપણ પ્રયાસ કરીશ. પરંતુ વિરોધ પ્રદર્શનોને જોતા લોકડાઉન અને કવોરંટીન જેવા સખ્ત નિયમો ફરીથી લાગુ કરવા સહેલા નથી.
લોકડાઉનમાં છૂટ બાદ બજારોમાં અચાનક ભીડ વધી ગઈ છે, જેથી હાલત બગડી છે. ગુરુવારે કેબીનેટ મીટીંગમાં સરકારે હોસ્પિટલોમાં પર્યાપ્ત કર્મચારીઓની સાથે સાથે દવાઓની સપ્લાય જાળવી રાખવાના નિર્દેશ આપ્યા છે.
જો કે હજુ એ સ્પષ્ટ નથી કે પ્રતિબંધનોમાં છૂટ બાદ કેટલા કેસ વયા છે પણ સોશિયલ મીડીયામાં લોકોનું કહેવું છે કે દેશભરના ઉદ્યોગો અને સ્કુલોમાં કોરોનાનો પ્રકોપ છે. પેઈચીંગમાં અનેક કર્મચારીઓ બીમાર પડવાના કારણે કેટલાક રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાય બંધ થઈ ગયા છે. પરીસ્થિતિ ત્યાં જઈને અટકી છે કે પેઈચીંગના પડોશમાં વાયરસના ટેસ્ટીંગ એટલા માટે બંધ કરવા પડયા હતા કે લેબોરેટરીના બધા કર્મચારીઓ બીમાર પડયા હતા. સોક્સી પ્રાંતમાં હોસ્પિટલમાં ૨૨ હજાર બેડ કોરોના માટે અનામત રખાયા છે.