દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના પીપલોદ ગામ ખાતે સરકારી જમીન વધારે પચાવી પાડવા અંગે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ દાખલ કરવા અરજી આપતાં સુરસુરિયું

  • એકજ ફળીયાના માણસો ને અવરજ્વર કરવા માટે રસ્તાની મોટી પડોજણ.

દાહોદ,

પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢબારીયા તાલુકાના પીપલોદ ગામ ખાતે હવે ધીમે ધીમે લોક જાગૃતિ આવતા સરકાર ના લેન્ડ ગ્રેબિંગ જેવા નવા કાયદાનું અમલીકરણ પણ થઈ રહ્યું છે. પીપલોદ ગામ ખાતે ભૂત ફળીયામાં રહેતી લલિતા કનુ બારીયા એ આપેલ અરજીમાં જણાવ્યા મુજબ પીપલોદ ગામના દાહોદ રોડ ઉપર આવેલ ખાતા નં.841 ના રેવન્યુ સર્વે નં.74/1 વાળી જમીન પીપલોદ ગ્રામપંચાયત માં સરકારી પડતર જમીન હોય આ જમીન માં પીપલોદ ગામના દાહોદ રોડ ઉપર રહેતા જમીન વિહોણા લઘુમતી કોમના માણસોને આશરે વીસ વર્ષ અગાઉ રહેણાંક ઘર માટે 100 ચો.મી જમીન સરકાર તરફથી ફાળવવા માં આવેલ હતી. પરંતુ આ બન્ને વ્યક્તિઓ એ સરકારે ફાળવેલ જમીન ઉપરાંત વધારે જમીનમાં આશરે 400 થી 500 ચોમી જમીનનું વધારે દબાણ કરી પાકું બાંધકામ કરી પોતાના ધંધાની પણ ધીમે ધીમે જમાવટ કરી દીધી છે. વર્ષો પહેલા આ જગ્યાએથી પીપલોદ ભૂત ફળીયાના રહીશો માટે અવરજવર કરવા માટે પગદંડી રસ્તો હતો અને હવે આ સરકારની જગ્યામાં રહેણાંક મકાન તો ઠીક પણ વધારે ગેરકાયદેસર રીતે વધારે દબાણ કરી જમીન ઉપર પોતાનો કબ્જો જમાવી દેતા ભૂત ફળીયા ના 60 જેટલાં ઘર ના લોકોને અવર જ્વર કરવા તો ઠીક પણ ક્યારેક ઓચિંતા કોઇ બીમાર દર્દી ને દવાખાને લઈ જવુ અને કોઇ મરણ થાય ત્યારે સ્મશાન વિધિ માટે લઈ જવુ પણ અઘરૂં પડતું હોય છે.

સરકાર તરફથી રહેણાંક મકાન માટે આપવામાં આવેલ જમીન માં ગેરકાયદેસર રીતે વધારે દબાણ કરતા આ દબાણ ખુલ્લું કરવા માટે પીપલોદ ભૂત ફળીયા ની એક જાગૃત મહીલા લલિતા કનુ બારીયા એ દાહોદ જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી ગાંધીનગર ને લેખિત માં અરજી કરતા દાહોદ જિલ્લા અધિક નિવાસી કલેકટરે તા.12/11/2022 ના રોજ દેવગઢબારીયા પ્રાંત અધિકારી તથા મામલતદાર દેવગઢબારીયાનાઓને અરજી ની કાયદેસર તપાસ કરી જરૂરી પગલાં લેવા અને દબાણ ખુલ્લું કરવા માટે પરિપત્ર મોકલેલ હોવા છતાં અરજદારની અરજીનું જવાબદાર તંત્ર કોઉ ધ્યાન લઈ કોઇ પગલાં લેવામાં આવતા નહીં હોય સરકાર ના નવા લેન્ડ ગ્રેબિંગ કાયદાની અસર થશે કે કેમ..?? તેવું અરજદાર સહિત પીપલોદ ગામના ભૂત ફળીયા ના રહીશો રાહ જોઈ બેઠા છે.