વિધાનસભાની ચૂંટણીમાં ઘોઘંબા તાલુકાની સુરક્ષા માટે આવેલા આર્મી જવાનોનું ફૂલહાર થી સ્વાગત કરી વિદાય આપવામાં આવી

ઘોઘંબા,

ઘોઘંબા તાલુકામાં હાલોલ અને કાલોલ વિધાનસભામાં આવતા સંવેદનશીલ બુથોની સુરક્ષા માટે આવેલા આર્મી જવાનો આજે રવાના થયા હતા.એસ.એચ.વરીઆ હાઈસ્કૂલના મેદાનમાં કેમ્પ લગાવીને રહેતા દેશના જવાનોને આજે શાળાના શિક્ષકો દ્વારા ફૂલહાર કરી તેમને વિદાય આપી હતી. આર્મી જવાનોથી પ્રેરણા લઈ શાળાના બાળકોમાં શિસ્તતાના સંસ્કાર નું સિંચન થયું હતું.

સરહદની રક્ષા કરતા દેશમાં જવાનો ચૂંટણી દરમિયાન બનતા અનિશ્ચનીય બનાવોને ટાળવા અને દેશની જનતાની સુરક્ષા માટે ગ્રામ્ય વિસ્તારોના સંવેદનશીલ બુથો ઉપર ફરજ નિભાવ્યા બાદ આજરોજ આર્મીના મેજર જસવંત કુમાર તેમની બટાલીયન સાથે પરત જવાના રવાના થયા. ત્યારે શાળાના શિક્ષકે તેમને ફુલહાર પહેરાવી તેમને શાન સાથે વિદાય આપી હતી.