દે.બારીયા,
તા.12/12/2022 સોમવારના રોજ લગભગ બે કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભુપેન્દ્ર પટેલ સહિત 17 ધારાસભ્યોએ મંત્રી મંડળમાં ગોપનીયતા શપથ લીધા. 6 રાજ્યકક્ષાના મંત્રીઓ માંથી બચુભાઈ ખાબડને મંત્રીપદ બીજીવાર પ્રાપ્ત થયું છે. 16 ધારાસભ્યોને મંત્રી મંડળમાં સમાવેશ થતા સત્તામાં 17 છે. 4 પાટીદાર જેમાંથી બે લેઉવા પાટીદાર, ઉત્તર, દક્ષિણ ગુજરાત માંથી 5-5 તેમજ અમદાવાદ માંથી 5, મધ્ય ગુજરાત માંથી બે જેમાં બચુભાઈ ખાબડનો સમાવેશ થયો છે. દાહોદ જીલ્લામાં કોેંગ્રેસના ગઢને કોંગ્રેસ મુકત કરવામાં બચુભાઈ ખાબડનો મોટો ફાળો રહેલો છે. જુના મંત્રી મંડળના 25 પૈકી 7 ને નવા મંત્રી મંડળમાં સમાવી લીધા છે. 4 ને સુરત જીલ્લાને મંત્રી બનાવાયા છે. તેમજ 7 ઓ.બી.સી., 2 એસ.ટી., 1 ક્ષત્રિય, 1 બ્રાહ્મણ સમાજ અને 1 જૈન છે. 18માં મુખ્યમંત્રીના શપથ ભુપેન્દ્ર પટેલે લીધા છે. કોળી અને પટેલ જ્ઞાતિને ખુશ કરવામાંં આવ્યા છે. જગદીશ પંંચાલ અને હર્ષ સંધવીને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. આ તમામ મંત્રીઓને કેન્દ્રી પરીપે્રક્ષકોની હાજરીમાં ગુજરાતના રાજ્યપાલ મહોદય આચાર્ય દેવેન્દ્રએ શપથ લેવડાવ્યા હતા. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીનું ગઢ સાથે લેબોલેટ્રી પણ છે. તેથી નવો પ્રયોગ અપનાવ્યો છે. પવિત્ર ગ્રંથ ગીતાને સામે રાખી તમામ મંત્રીઓએ ગોપનીયતાના શપથ લીધા હતા. 182 સીટ માંથી 156 સીટમાં જીતી જંંગી બહુમતી સાથે ભાજપને જનતાએ આર્શીવાદ આપ્યા. વાદ નહિ વિવાદ નહિ ભાજપ જેવી વાત નહિ આ સ્લોગનને સાર્થક કરીને બતાવ્યો છે.
આજે સાંંજે 6 કલાકે નવા કેબીનેટની બેઠક સ્વર્ણીમ સંકુલ ખાતે મળશે જેમાં સૌ મંત્રીઓ પોટ પોલીયોના કવર તૈયાર જ છે. તે આપી દેવાશે. ત્યારબાદ જ કોને કયા વિભાગનું ખાતું પ્રાપ્ત હાસીંલ થયો છે. આ મંત્રી મંડળ હાલ સુધીનો સૈાથી નાનું મંત્રી મંડળ છે.