ગોધરા તાલુકાના લાકોડ મુવાડાના પોકસો હેઠળના ગુનાના આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ

ગોધરા,

ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ પોકસો એકટના ગુનાના કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીને 10 વર્ષ સજા ફટકારવામાં આવી.

ગોધરા તાલુકાના લાકોડના મુવાડા ગામના આરોપી ઈસમ સાહિલ છત્રસિંહ સોલંકીએ સગીર વયની યુવતિને પટાવી ફોસલાવી તેના વાલીપણા માંથી ભગાડી લઈ ગયો હતો અને સગીરા સાથે અવારનવાર બળાત્કાર કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી હતી. આ ગુનામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. પોકસો કેસ પંંચમહાલ જીલ્લા સ્પે.જજ તથા બીજા એડીશનલ જજ કે.આર.રબારીની કોર્ટમાં ચાલી જતાં રેકર્ડ પુરાવા અને સરકારી વકીલલ રમેશચંદ્ર ગોહિલની દલીલોને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા આરોપી સાહિલ છત્રસિંહ સોલંંકીને 10 વર્ષથી સખત કેદની સજા અને 5000 રૂપીયાના દંંડ ફટકારવામાં આવતાં આવા ગુનો આચરતા આરોપીઓમાં ફફડાટ વ્યાપી જવા પા.ૃમ્યો.