ઘોઘંબાના વાવડીની મુવાડી ગામે દંપતિની બાઈકને એસ.ટી.એ અડફેટમાં લેતા પતિનુ મોત

ઘોઘંબા,

વાવડી મુવાડીના શૈલેષભાઈ હિંમતસિંહ ચોૈહાણ શેરપુરા ગામે તેમની સાસરીયામાંથી પત્નિ સાથે બાઈક પર પોતાના ધરે આવી રહ્યા હતા ત્યારે ઘોઘંબાથી ગોધરા તરફ જતી એસ.ટી.બસના ચાલકે બાઈકને પાછળથી અડફેટે લેતા બાઈક ચાલક શૈલેષભાઈ બસના પૈડા નીચે આવી જતા મોત નીપજયું હતુ. જયારે તેમના પત્નિ ઉછળીને દુર પડતા ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત મહિલાને 108 મારફતે ૅઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાતા ત્યાંથી વધુ સારવાર માટે હાલોલ રિફર કરવામાં આવ્યા હતા. શૈલેષભાઈના મૃતદેહને પી.એમ.માટે રેફરલમાં લઈ જવાયો હતો. અકસ્માતની જાણ રાજગઢ પોલીસને થતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી.