સુખસર,
બલૈયા ખાતે 200મીટરની સીસી રોડની કામગીરી નબળી કરી હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. ભાટ મુવાડીથી બલૈયા સ્ટેશન સુધી સી.સી.રોડ 7 મહિના અગાઉ કર્યો હતો. જયારે ઉપરની કોંકિૅૅટ દેખાવવા માંડી હતી. બલૈયા ક્રોસિંગથી ફતેપુરા સુધીનો 14 કિ.મીનો રોડ નવીનીકર કર્યો હતો. જયારે બલૈયા બસ સ્ટેન્ડથી લઈ ભાટમુવાડી ત્રણ રસ્તા સુધી સી.સી.રોડ કર્યો હતો. જયારે વર્ષ તો વિત્યુ નથી અને સી.સી.રોડની કાંકરીઓ નીકળવા માંડી હોવાનુ જોવા મળી રહ્યુ છે.