નવીદિલ્હી,
ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ હતુ કે, ૨૦૦૨ માં તેમને સબક શિખવાડી દિધો છે. ત્યાર બાદથી ગુજરાતમાં શાંતિ બરકાર છે. અમિત શાહના આ નિવેદનને અલ્પસંખ્યકો સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે, ત્યર બાદ આ નિવેદન વિરુધ ચૂટણી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેને આદર્શ ચૂંટણી આંચાર સંહિતાનુ ઉલ્લંઘન કહેવામાં આવ્યુ હતુ. હવે અમિત શાહના નિવેનદના તપાસ બાદ ચૂટણી આયોગે તેમને ક્લિન ચીટ આપી દિધી છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે ૨૫ નવેમ્બરે એક સભામાં કહ્યુ હતુ કે, ૨૦૦૨ માં હિંસા કરનારને સબક શિખવાડી દેવામાં આવ્યો છે. અમિત શાહના આ નિવેદન બાદ રિટાયર્ડ અધિકારીએ ઇએએસ શર્માએ ચૂંટણી આયોગમાં લેખિતમાં ફરિયાદ દાખલ કરી હતી. અને આરોપ લગાવ્યો હતો કે, શાહના નિવેદને ચૂંટણી આદર્શ આંચારસંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે. સૂત્રોનું કહેવુ છે કે, ફરિયાદ બાદ તપાસ રિપોર્ટ ગુજરાત મુખ્ય ચૂટણી અધિકારીને પહોચડવામાં આવી છે. ચૂંટણી આયોગે તપાસમાં કહ્યુ હતુ કે ગૃહમંત્રી પોતાના નિવેદનમાં હિંસાકરનારને સબક શીખવાની વાત કરી હતી. નહી કે કોઇ સમુદાય વિશેષ માટે.
એએસ શર્માએ કહ્યુ કે, અત્યાર સુધી મને મારી ફરીયાદનો કોઇ જવાબ નથી મળ્યો. ચૂટણી આયોગને તેનો નિર્ણય સાર્વજનિક કરવો જોઇએ. ચૂંટણી આયોગને પોતાની વેબસાઇટ પર નિર્ણયને સાર્વજનિક કરવો જોઇએ. ગુજરાત અને હિમાચલ પ્રદેશના વિધાનસભા ચૂટણીના પરીણામ ૮ ડિસેમ્બરના રોજ સામે આવ્યા છે. ગુજરાતમાં ભાજપની ૧૮૨ માથી ૧૫૬ સીટ એ હિમાચલ પ્રદેશમાં ૬૮ માથી કોગ્રેસને ૪૦ સીટ મળી છે ગુજરાતમાં ભાજપે લગાતાર ૭મી જીત મેળવી છે.