- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મેટ્રોના લોકાર્પણ કરવાની સાથે મેટ્રોમાં મુસાફરી કરી જાતે ટિકિટ પણ ખરીદી.
નાગપુર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવાર) ગોવા અને મહારાષ્ટ્રના પ્રવાસે હતાં. તેમણે આજે મહારાષ્ટ્રમાં નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત નાગપુર અને બિલાસપુર વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ નાગપુર રેલ્વે સ્ટેશન પર લીલી ઝંડી બતાવી હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પણ હાજર રહ્યા હતા. મેટ્રો અને વંદે ભારત ટ્રેનની ભેટ આપ્યા બાદ હવે પીએમ મોદી નાગપુર અને શિરડીને જોડતા એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે અને નાગપુરના મિહાન વિસ્તારમાં સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સને પણ રાષ્ટ્રને સમર્પિત કરી હતી વડાપ્રધાને વિદર્ભમાં એક જાહેર સમારંભમાં રૂ. ૧,૫૦૦ કરોડથી વધુની રેલ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. નાગપુર અને શિરડીને જોડતા ૭૦૧ કિલોમીટર લાંબા એક્સપ્રેસવેના પ્રથમ તબક્કામાં ૫૨૦ કિલોમીટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ એક્સપ્રેસ વે મહારાષ્ટ્રના ૧૦ જિલ્લાઓ અને અમરાવતી, ઔરંગાબાદ અને નાસિકના મુખ્ય શહેરી વિસ્તારોમાંથી પસાર થાય છે. તેનાથી નજીકના અન્ય ૧૪ જિલ્લાઓ સાથે કનેક્ટિવિટી સુધરશે. તે વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્ર સહિત રાજ્યના લગભગ ૨૪ જિલ્લાઓના વિકાસમાં મદદ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોના લોકાર્પણ કરવાની સાથે મેટ્રોમાં મુસાફરી કરી હતી અને જાતે ટિકિટ ખરીદી હતી અને ટ્રેનમાં બેસ્યા હતાં મેટ્રોમાં તેમણે બાળકો સાથે વાતચીત કરી હતી. મોદીને જોઇને બાળકો ખુશ થઇ ગયા હતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસિકનો ઢોલ પણ વગાડયો હતો.
વડાપ્રધાન મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થામાં લગભગ ૪૦૦૦ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે પીએમની મુલાકાત પહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી હતી. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના જવાનોની હાજરીમાં પોલીસે શનિવારે યાત્રાના રૂટની સમીક્ષા કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે કેમ્પસમાં લગભગ ૧૦૦૦ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ૧૧ ડિસેમ્બરે નાગપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર વન હેલ્થનો શિલાન્યાસ કરશે અને સેન્ટર ફોર રિસર્ચ, મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ ઓફ હિમોગ્લોબિનોપેથીનું ઉદ્ઘાટન પણ કરશે. સ્વાસ્થ્ય મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું કે આ સંસ્થાઓ સ્વાસ્થ્ય સંશોધનમાં દેશના પ્રયાસોને વધારવા માટે સહયોગ કરશે જેથી વંચિત વસ્તીને સેવા આપી શકાય.