પંચમહાલ સમાચારમાં પ્રકાશીત થયેલ અહેવાલનો પડધો પાનમ નદીમાંથી ગેરકાનુની લીઝમાંથી રેતી વહન કરતી ટ્રકોના પૈડા થોભી ગયા પણ કેટલા સમય માટે ?


દે.બારીઆ,
દે.બારીઆ પાનમ નદીમાંથી ગેરકાનુની લીઝ ધારકો મળતીયાઓનો સાથ લઈને તેમજ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટીનો છૂપો આર્શીવાદથી ઉચવાણ, ભૂઆલ, જુના બારીઆ, કાલીયો ગોટા, કુવા, બયણા ટીકડીમાં ગેરકાનુની લીઝો ચાલે છે. ગત ગુ‚વારના પંચમહાલ દૈનિક સમાચારમાં ગેરકાનુની રેતી ખનન થઈ રહીનો તેવો અહેવાલ પ્રકાશીત થતા રેતી માફિયાઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. જેથી રેતી ખનન હાલ પુરતું બંધ કરાયું છે.

પ્રાપ્ત માહિતી મજુબ ગેરકાનુની ખનન રેતી માફિયાઓ એહાલ પૂરતું સ્થગિત કરાયું છે. જેથી ટ્રકોના પૈડા થોભી ગયા છે. પરંતુ સરકારી તંત્ર ખાસ કરીને પોલીસ વિભાગ તરફથી લીલી ઝંડી મળતા ફરી ગેરકાનુની ખનન પૂરજોશમાં ચાલશે તેવું આમ જનતામાં ચર્ચાઈ છે. જેથી ખાણ ખનિજ વિભાગ તેમજ મહેસુલ વિભાગના પદના અધિકારીઓ પગલા ભરે કે ખાલી લીપા પોતી માટે એકલ દોકલ ટ્રકને પકડી પોતાની પીઠના થાબડે તો સારૂ પરંંતુ મોટા માથાના રેતી માફિયાઓની મોટા ટ્રકો જે ૬૫ ટન સુધીની રેતી વહન કરે છે. તે વાહનો જપ્ત કરાય તે જ‚રી છે. તે ખાણ અને ખનિજ વિભાગની જવાબદારી છે. સાથે સાથે પોલીસ તંત્ર પણ આ ગેરકાનુની રેતી માફિયાઓને સાથ આપવાનું બંધ કરે અને ગુજરાત સરકારની રોયલ્ટી આવક સરકારી તિજોરીમાં થાય તે પ્રયત્નો કરવાના રહ્યા નહિ કે પોતાના ખિસ્સા ભરાય તે માટે ચોકડી ઉપર સવાર સાંજ પેટ્રોલીંગ કરીને હપ્તા ઉધરાવાનું ચાલુ કરવું અને રોકડી કરી લેતા દેખવા મળે છે. જ્યારે અવરજવર કરતી જનતામાં ચર્ચાનો વિષય છે. જેથી જીલ્લાના બાહોશ અને ખંતિલા કલેકટર આ અંગે તાકીદે આદેશ જારી કરે તેમજ કિંમતી ખનિજની ચોરી કરતાં રેતી માફિયાઓમાં ડર પેદા થશે તેવા કડકમાં કડક નિર્ણયો લેવાના રહ્યા તેમજ વિજીલન્સ વિભાગ પણ આ કરોડોનો કાળો કારોબાર અટકાવવામાં એકશનમાં આવે તો ગુજરાતનું ઘન લુંટાતું બંધ થશે તેવી વાતમાં શંકા નથી.

રિપોર્ટર : મોં.હુસેન મકરાણી