હૈદરાબાદ,
સીબીઆઇ દિલ્હીમાં કથિત દારૂ નીતિ કૌભાંડના સંબંધમાં ટીઆરએસ (હવે બીઆરએસ) નેતા કવિતાની પૂછપરછ કરી છે. સીબીઆઈના અધિકારીઓ હૈદરાબાદ પહોંચ્યા હતાં જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી છ બીઆરએસ નેતા અને એમએલસી કવિતા કલવકુંતલા પણ તેલંગાણાના સીએમ કેસીઆરની પુત્રી છે. આજે સવારે સીબીઆઈના અધિકારીઓ બે વાહનોમાં હૈદરાબાદમાં કવિતા કલવકુંતલાના ઘરે પહોંચ્યા હતા અને પૂછપરછ કરી છે.સીબીઆઇના અધિકારીઓ આવે તે પહેલા કવિતાના વકીલ પણ તેના ઘરે પહોંચી ગયા હતાં.
સીબીઆઇ અધિકારીઓએ તેમને પત્ર લખીને પૂછપરછ માટે સમય માંગ્યો હતો. સીબીઆઈએ દિલ્હીમાં કહેવાતા દારૂના કૌભાંડના સંબંધમાં કસ્ટડીમાં કેટલાય લોકોની પૂછપરછ કરી છે. કવિતા પહેલા જ આરોપ લગાવી ચૂકી છે કે આ બધું રાજકીય બદલો લેવા માટે કરવામાં આવી રહ્યું છે. દરેક રાજ્યમાં ચૂંટણી દરમિયાન સીબીઆઈ અને ઈડી મોદીજીના આગમનના એક વર્ષ પહેલા પહોંચી જાય છે.
સીબીઆઇએ ગયા અઠવાડિયે કવિતાને જાણ કરી હતી કે તપાસ એજન્સીની એક ટીમ પૂછપરછ માટે ૧૧ ડિસેમ્બરે શહેરમાં તેના નિવાસસ્થાને જશે. સીબીઆઈએ આ કેસના સંબંધમાં કવિતાને નિવેદન નોંધવા માટે નોટિસ મોકલી હતી. કવિતાએ તાજેતરમાં કહ્યું હતું કે તે ૧૩ ડિસેમ્બર સિવાય માત્ર ૧૧ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન જ અધિકારીઓને મળી શકશે. તપાસ એજન્સીએ ક્રિમિનલ કોડ ઑફ પ્રોસિજરની કલમ-૧૬૦ હેઠળ નોટિસ જાહેર કરી હતી અને તે દિવસે સવારે ૧૧ વાગ્યે પૂછપરછ માટે તેમની અનુકૂળતા મુજબ તેમના ઘરનું સરનામું આપવા જણાવ્યું હતું.
તપાસ અધિકારી કોઈ પણ વ્યક્તિને કેસમાં સાક્ષી તરીકે સમન્સ મોકલી શકે છે. કૌંભાડમાં કથિત લાંચ અંગે દિલ્હીની કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરાયેલ રિમાન્ડ રિપોર્ટમાં કવિતાનું નામ સામે આવ્યા બાદ, તેણીએ કહ્યું હતું કે તે કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છે. ૨૫ નવેમ્બરના રોજ, સીબીઆઈએ આ કેસમાં સાત આરોપીઓ વિરુદ્ધ તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી.
દિલ્હીની કોર્ટમાં આરોપી અમિત અરોરા વિરુદ્ધ દાખલ કરાયેલ રિમાન્ડ રિપોર્ટમાં ઈડ્ઢએ કહ્યું હતું કે, “અત્યાર સુધીની તપાસ મુજબ, વિજય નાયર, આમ આદમી પાર્ટી નેતાઓ વતી, સાઉથ ગ્રૂપ (જેનું નામ છે. સરથ રેડ્ડી દ્વારા નિયંત્રિત, કે કવિતા, મંગુન્તા શ્રીનિવાસ રેડ્ડીના હાથમાં છે) અમિત અરોરા સહિત વિવિધ વ્યક્તિઓ દ્વારા ઓછામાં ઓછા રૂ. ૧૦૦ કરોડની લાંચ લીધી હતી.