નવી દિલ્હી,
છત્તીસગઢમાં કોલસાના પરિવહન કેસમાં કરોડોની કટકી કરવાના કેસમાં ધરપકડ કરાયેલા રાજ્યના મુખ્યમંત્રીના ડે. સેક્રેટરી સૌમ્યા ચૌરસિયા અને આઈએએસ અધિકારી સમીર વિશ્ર્નોઈની માલિકીની કુલ રૂ. ૧૫૨.૩૧ કરોડની મિલ્ક્તો જપ્ત કરાઈ છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં લેટ્સ, જ્વેલરી, રોકડ, કોલ વોશરિઝ અને જમીનના પ્લોટ્સ વગેરે હોવાનું ઈડીએ જણાવ્યું છે.
ઈડી દ્વારા મની લોન્ડિંગ એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા બંને અધિકારીઓની આશરે ૯૧ જેટલી અચળ સંપત્તિ જપ્ત કરવા માટે કામચલાઉ આદેશ જારી કરાયો હતો.
જપ્ત કરાયેલી સંપત્તિમાં કોલસાના વેપાર અને આ કેસના મુખ્ય સૂત્રધાર સૂર્યકાંત તિવારીની ૬૫ સંપત્તિ, ચૌરસિયાની ૨૧ પ્રોપર્ટી, મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)માં તૈનાત રાજ્ય વહીવટી સેવાના શક્તિશાળી અમલદાર, અને ૨૦૦૯ ની બેચના આઈએએસ અધિકારી સમીર વિશ્ર્નોઈની પાંચ સંપત્તિઓ ઉપરાંત છત્તીસગઢના અન્ય કોલસા ઉદ્યોગપતિ સુનિલ અગ્રવાલની સંપત્તિનો સમાવેશ થાય છે. આ મિલ્ક્તોમાં રોકડ, ઝવેરાત, લેટ્સ, કોલસાની વોશરીઝ અને છત્તીસગઢમાં સ્થિત જમીનના પ્લોટનો સમાવેશ થાય છે, એમ ઇડીએ જણાવ્યું હતું.