કાંકરેજ,
બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠક પર હાર માટે ભાજપ ઉમેદવાર કીતસિંહે કાર્યકરોને જવાબદાર ગણાવ્યા છે. કીતસિંહ વાઘેલાએ ભાજપના કાર્યકરોને હાર માટે જવાબદાર ઠેરવી પોતાનો રોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે ચૂંટણીમાં કેટલાક ભાજપના જ કાર્યકરોએ પાર્ટી વિરોધી કામ કરી પાર્ટીને તોડવાનું કામ કર્યું છે. કેટલાક કાર્યકરોએ દેખાડા માટે માત્ર ભાજપનો ખેસ પહેર્યો પરંતુ કામ કોંગ્રેસ માટે કર્યું. આવા લોકોએ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઇ જવું જોઇએ. સાથે જ કહ્યું કે મેં ૧૦ વર્ષથી સહન કર્યું. કહેવાતા ભાજપના કાર્યકરોએ જ ભાજપને તોડવાનું કામ કર્યું છે. આપને જણાવી દઈએ કે, કીતસિંહ વાઘેલા રાજ્યના પ્રધાન પદે પણ રહી ચૂક્યા છે.
ગુજરાતમાં આ વખતે ભાજપે રેકોર્ડ બ્રેક ૧૫૬ બેઠકો જીતી છે, જો કે કાંકરેજ વિધાનસભા બેઠક પર પૂર્વ પ્રધાન અને ભાજપ ઉમેદવાર કીતસિંહ હારી ગયા હતા. પ્રચંડ જીત બાદ સરકાર બનાવવા અંગે ગઈકાલે દિલ્લીમાં મેરેથોન બેઠક યોજાઇ હતી. પીએમ આવાસ ખાતે ૬ કલાકથી વધુ સમય સુધી મોેદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મંત્રીમંડળની રૂપરેખા અંગે ચર્ચા કરાઇ હતી.