રિષભ પંતે શાસ્ત્રીય સંગીતનું અપમાન કર્યું છે, હંસલ મેહતાએ એડ હટાવવા કહ્યું

મુંબઇ,

ફિલ્મ નિર્માતા હંસલ મેહતા ઘણી વખત પોતાનો મત સોશિયલ મીડિયા પર મૂકે છે. ફિલ્મો બનાવવા સિવાય તેઓ ઘણા મુદ્દો પર ખુલીને વાત કરે છે. હાલમાં જ હંસલ મેહતાએ ક્રિકેટર રિષભ પંતની ડ્રીમ ૧૧ની એક નવી એડને નિશાનો સાયો છે. કારણ કે, તેઓ તેનાથી નિરાશ છે. એડમાં રિષભ પંતને શાસ્ત્રીય સંગીતમાં હાથ અજમાવતા અને કલા રૂપની કિંમત પર એક જોક સંભળાવતો બતાવવામાં આવ્યો છે. હંસલ મેહતાએ તેને ઘૃણિત અને અપમાનજનક ગણાવ્યું છે.

હંસલ મેહતાએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, આ ઘૃણિત અને અપમાનજનક છે. પોતાની ઇજ્જત ન રાખે પણ કલા અને તેની સમૃદ્ધ પરંપરાઓની કિંમતની મઝાક ન ઊડાવો. હું માગ કરું છું કે, @Dream11 આ એડને હટાવી લે. એડમાં રિષભ પંતને એમ વિચારતો બતાવાયો છે કે, જો તે ક્રિકેટર ન હોત તો શું હોત. પછી એડમાં શાસ્ત્રીય સિંગરના રૂપમાં રિષભનો એક સીન આવે છે. જોકે, તે માઇકની સામે વિકેટકીપરની જેમ ઉભો રહે છે અને ખરાબ રીતે ગાવા લાગે છે.

તેમણે કહ્યું કે, આ ખરાબ સ્વાદમાં છે. પણ તેને પાછી કેમ લઇએ? અભિવ્યક્તિની સ્વતંત્રતા ત્યાર સુધી પુરી થવી જોઇએ જ્યાર સુધી કે તે હિંસા કે પછી કોઇને નુક્સાન ન પહોંચાડતી હોયે. સાથે જ કલા અને તેની સમૃદ્ધ પરંપરાઓ હંમેશા જળવાયેલી રહે, પણ આ પ્રકારની મુર્ખતા ભરેલી એડને સેકન્ડોમાં ભૂલી જવામાં આવશે.

આ એડ ખરાબ છે? તેના પર હંસલ મેહતાએ જવાબ આપ્યો કે, હા, તમને આમ વિચારવાનો પૂરો અધિકાર છે. હું આહત છું અને મને આમ કહેવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે, કદાચ આને હટાવવા માટે કહેવું ઘણું વધારે થઇ શકે છે. આ ઓનર્સને સંવેદનશીલ રીતે કહેવાની એક રીત છે. ખાસકરીને એક પરંપરાની, જે રમતની જેમ, જાતિ કે ધર્મથી ઉપર હોય. તે દરેકને એક કરે છે. તેનો ઉપહાસ ન કરો.

હંસલ મેહતા એક ફિલ્મ નિર્માતા છે, જેમને ‘શાહિદ’ અને ‘અલિગઢ’ જેવી ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. તેમણે ‘સ્કેમ ૧૯૯૨  ધ હર્ષદ મેહતા સ્ટોરી’ પણ બનાવી છે. તેમની આવનારી ફિલ્મ કરીના કપૂરની સાથે એક અનટાઇટલ્ડ પ્રોજેક્ટ છે, જે એક થ્રિલર ફિલ્મ હશે.