મોરવા હડફ પોલીસમથકે નોંધાયેલ ચોરીના ગુનાના ફરિયાદી દ્વારા પોતાનો મોબાઈલ ફોન મોરવા હડફ મામલતદાર કચેરી સામેની દુકાન પરથી ચોરાઈ ગયો હોવાની રજૂઆત સાયબર ક્રાઇમ પોલીસમથક પંચમહાલ રેન્જને કરવામાં આવી હતી, જેને લઇને મોબાઈલ નંબરના લોકેશનને આધારે સાયબર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ફોનનું લોકેશન ગોધરા શહેરના ગોંદરા સર્કલ પાસેનું મળી આવ્યું હતું, જેને લઇને બાતમીદાર રાખી તપાસ કરવામાં આવતા એક ઓટો રિક્ષામાં ત્રણ ઈસમો તેમની પાસેના બે ફોન ગ્રાહક શોધીને વેચવાની પેરવીમાં છે, જેને આધારે પોલીસે બાતમી વાળી જગ્યા પર જઈ તપાસ કરતા એક રિક્ષામાં બેઠેલા ત્રણ પૈકી બે ઈસમો પોલીસને જોઈ ભાગી ગયા હતા
જ્યારે એક વ્યક્તિ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો પોલીસે તેની અટકાયત કરી નામ પૂછતાં યુનુસ મુસા ઘાંચી જણાવ્યું હતું, પોલીસે તેની અંગજડતી કરતા તેની પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા, પોલીસ દ્વારા વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરાતાં આ ફોન અલ્તાફ સુલેમાન ઓલા ઇસ્માઇલ બેલી સાથે મળીને મોરવા હડફ મામલતદાર કચેરી સામેથી ચોર્યા હોવાની કબૂલાત કરવામાં આવી હતી, પોલીસ દ્વારા કુલ ₹ ૭૭ હજારનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપીને મોરવા હડફ પોલીસને સોંપવા ની તજવીજ હાથ ધરવામાં આવી હતી જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી બે અલગ અલગ પોલીસમથકની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો.