- ગુજરાતના નવા મંત્રીમંડળ મુદ્દે દિલ્લીમાં મંથન
- ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ હાજર
- ગુજરાતના મંત્રીમંડળ મુદ્દે પ્રધાનમંત્રી આવાસમાં ચર્ચા
ગુજરાતમાં જનતાનો વિશ્વાસ જીતી ભાજપે ભવ્ય જીત મેળવી છે, ત્યારે આજે ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઇ છે. ભૂપેન્દ્ર પટેલ તો 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લઈ લેશે સાથે તેમના નવા મંત્રીઓને શપથગ્રહણ પણ તેમની સાથે જ લેશે. આ બધાની વચ્ચે મંત્રી મંડળમાં ક્યાં ક્યાં નેતાઓને સમાવેશ કરવા તેને લઈ દિલ્લીમાં મંથન ચાલી કહ્યું છે.
ગુજરાતના નવા મંત્રીમંડળ મુદ્દે દિલ્લીમાં મંથન
ગુજરાતમાં નવા મંત્રીમંડળ મુદ્દે દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે. જ્યાં ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર છે. ગુજરાતના મંત્રીમંડળ મુદ્દે પ્રધાનમંત્રી આવાસમાં ચર્ચાઓ ચાલી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના અગ્રણીઓની હાજરીમાં બેઠક ચાલી રહી છે
ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનમા 12 ડિસેમ્બરે શપથગ્રહણ
રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમનું નવુ મંત્રી મંડળ આગામી 12 ડિસેમ્બરે શપથ લેશે. તેઓ ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 12-00 વાગ્યે શપથગ્રહણ કરશે. જોકે અહી નોંધનીય બાબત એ છે કે, તે દિવસે માત્ર ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના તમામ સભ્યો સાથે જ શપથગ્રહણ કરશે.
શપથગ્રહણમાં કોણ કોણ હાજર રહેશે ?
આગામી 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. આ શપથગ્રહણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. આ સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રી, NDAના નેતા અને અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. અત્રે તેમને જણાવી દઈએ કે, શપથવિધિનું આમંત્રણ PM મોદી અને ગૃહમંત્રી શાહને ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ આપશે.