પંચમહાલ જિલ્લાના ફરસખાના તેમજ લાઈટ ડેકોરેશન એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે જેને લઈને હાલમાં જાહેર કાર્યક્રમો બંધ રાખવા માટે સરકાર દ્વારા ગાઇડલાઈન બહાર પાડવામાં આવી છે, બીજી તરફ સરકાર દ્વારા આ ગાઇડલાઇન્માં છૂટછાટ આપી કેટલીક મર્યાદા સાથે જાહેર કાર્યક્રમોને છૂટ આપવામાં આવી છે

આજે કાલોલ તાલુકા ફરસખના અને લાઈટ ડેકોરેશન એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે શુભપ્રસંગોએ ૧૦૦ વ્યક્તિની જગ્યાએ ૫૦૦ વ્યક્તિને આમંત્રિત કરવાની છૂટ આપવામાં આવે, છેલ્લા ૬ માસથી પોતાનો વ્યવસાય બંધ થઈ જવાથી આ વ્યવસાય સાથે સંકળાયેલા પંચમહાલ જિલ્લાના ૫૦૦ ઉપરાંત પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બનવા પામી છે.