પીએમ મોદીએ વિરાટને પૂછ્યુ, દિલ્હીના છોલે-ભટુરે મિસ કરતા હશો?

મિશન ફિટ ઈન્ડિયા ડાયલોગ હેઠળ આજે પીએમ મોદીએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે ફિટનેસને લઈને વાત કરી હતી.

આ દરમિયાન વિરાટ કોહલીએ દિલ્હીના છોલે ભટુરેથી માંડીને ભારતીય ટીમમાં ફિટનેસ માટે લેવાતા યોયો ટેસ્ટ અંગે પણ વાત કરી હતી.વિડિયો કોન્ફરન્સિંગથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં વિરાટ દુબઈથી જોડાયો હતો.

પીએમ મોદીએ વિરાટને ફિટનેસ રુટિન અંગે પૂછ્યુ હતુ.વિરાટે કહ્યુ હતુ કે, ફિટનેસને લઈને ઘણો બદલાવ જોવા મળ્યો છે.ફિટનેસ અંગે જાતે અહેસાસ થવો જરુરી છે.બેટિંગ પ્રેક્ટિસ મિસ થાય તો મને ખરાબ નથી લાગતુ પણ ફિટનેસ સેશન જો હું મિસ કરુ તો અફસોસ થાય છે.

પીએમ મોદીએ હસતા-હસતા કહ્યુ હતુ કે, તમે દિલ્હીના છોલે-ભટુરે મિસ કરતા હશો ..ત્યારે વિરાટે કહ્યુ હતુ કે, પહેલા હું પ્રેક્ટિસ કરતો હતો ત્યારે બહાર ખાતો હતો પણ હવે ઘણી ચીજો મારા માટે બદલાઈ છે..મને પાછળથી લાગ્યુ હતુ કે, ફિટનેસ પર કામ કરવાની જરુર છે.

પીએમ મોદીએ પૂછેલા સવાલના જવાબમાં વિરાટે યો-યો ટેસ્ટ અંગે કહ્યુ હતુ કે, આ ટેસ્ટ પાસ નહીં કરી શકનારને ટીમમાં સ્થાન મળતુ નથી.પહેલા ટીમની ફિટનેસ સારી નહોતી પણ આજે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઘણા ફિટ છે.

વિરાટ કોહલી સિવાય પીએમ મોદીએ પેરા ઓલિમ્પિક ખેલાડી દેવેન્દ્ર ઝાઝરિયા, મોડેલ અને રનર મિલિંદ સોમન, ન્યુટ્રિશન એક્સપર્ટ રુજુતા દિવેકર સાથે પણ વાત કરી હતી.