નવીદિલ્હી,
ભારતમા આજકાલ ચોકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે એવામા દિલ્લીમા વધુ એક ક્રાઈમની ઘટના સામે આવી છે. દિલ્લીના ઝીલમિલ ઔધોગિક ક્ષેત્રના ટોયલેટમાથી ત્રણ વર્ષના બાળકની લાશ મળી આવી છે. બાળકની લાશની આસપાસ બાળકના આંતરીક વો , બિસ્કીટનુ પેકેટ અને થોડા ઘણા રુપિયા મળી આવ્યા હતા. દિલ્લી પોલીસને જાણ મળતા બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા. મળતી માહીતી અનુસાર બાળક સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કાર્ય થયું હોવાની પોલીસને આશંકા છે. પોલીસના મતે બાળક સાથે કુકર્મ કરીને બાળકની હત્યા કરવામા આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમા બાળકના શરીર પર મારપીટ, ગળુ દબાવવા જેવા અન્ય કોઈ નિશાન મળ્યા નથી. જેથી પોલીસ તેની વધુ તપાસ હાથ ધરવામા આવી છે.
દિલ્લી પોલીસે પંચનામુ કરીને બાળકની લાશને પોસ્ટમોર્ટમ કરવા આપી હતી જેથી બાળકની હત્યાનુ કારણ જાણી શકે.આ દરમિયાન બાળકની ઓળખ મેળવવાની કોશિશ કરી હતી પરંતુ હજી સુધી બાળકની ઓળખાણ થઈ નથી. જેથી પોલીસ બાળકની ઓળખાણ મળી રહે તે માટે બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામા આવી છે અને આજુબાજુના વિસ્તારોમા બાળકની ઓળખાણ મેળવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હજી તે બાળક કોણ છે , કયાથી આવ્યુ છે તેના પુરાવા પોલીસને મળ્યા નથી. પોલીસે કરેલી તપાસમા હજી સુધી બાળકની હત્યાના પુરાવા મળ્યા નથી. દિલ્લી પોલીસે આપેલી માહીતી અનુસાર બાળકની હત્યા કેવી રીતે થઈ છે બાળક સાથે કોઈ કુકર્મ થયુ છે કે નહી તે હજી સુધી સ્પષ્ટ થયુ નથી.
આ ઘટનાના પગલે લોકોમા રોષ જોવા મળી રહયો છે, લોકો ઈચ્છી રહ્યા છે કે બાળકનો હત્યારો ઝડપથી પકડાઈ જાય અને તેને કડકમાં સજા થવી જ જોઈએ