- વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની ’ટૂંકા’ સમયગાળા માટે ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવા કેન્દ્રને ભલામણ !
- ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક માટેની પ્રક્રિયા જટિલ છે. તેને અસરકારક બનાવવી જોઇએ.
નવીદિલ્હી,
ભારતીય ન્યાયપ્રણાલીને ઝડપી બનાવવા માટે સતત પ્રયત્નો કરાઇ રહ્યા છે. ભારતના ન્યાયતંત્ર સાથે વણાઈ ગયેલો ફિલ્મ ’દામીની’નો ડાયલોગ ’તારીખ પે તારીખ’ને ભૂતકાળ બનાવવા માટે સતત પ્રયત્નો કરાઈ રહ્યા છે. ત્યારે આ દિશામાં વધુ એક પગલું માંડવા સુપ્રીમ કોર્ટે સરકારને સૂચન કર્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સૂચન કર્યું છે કે, ઘણા વરિષ્ઠ અને સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી ઓ સંપૂર્ણકાલીન ન્યાયાધીશ બનવા માંગતા નથી પરંતુ ટૂંકા સમયગાળા માટે તેઓ ન્યાયાધીશ બનવાની તૈયારી ધરાવે છે ત્યારે તેમની ટૂંકા સમયગાળા માટે એટલે કે એડહોક જજ તરીકે નિમણુંક આપવામાં આવે જેના લીધે ન્યાયતંત્રની ખાલી પડેલી જગ્યાઓ ભરી શકાય અને અદાલતનું ભારણ પણ ઘટાડી શકાય.
ઘણા નામાંક્તિ વકીલો તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે ઉચ્ચ અદાલતોમાં એડહોક ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે તેમની કાનૂની પ્રેક્ટિસમાંથી થોડા વર્ષો માટે વિરામ લેવા તૈયાર છે જેથી કેન્દ્રએ આ પ્રસ્તાવ પર વિચાર કરી ધારાશાસ્ત્રી ઓને બે થી ત્રણ વર્ષ માટે નિમણુંક આપવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું છે. વિવિધ હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસ અને મોટી સંખ્યામાં ન્યાયિક ખાલી જગ્યાઓ હોવાથી જસ્ટિસ સંજય કે. કૌલ, અભય એસ.ઓકા અને વિક્રમનાથની બેન્ચે જણાવ્યું હતું કે, વરિષ્ઠ વકીલો ઘણીવાર કાયમી ન્યાયાધીશ પદ લેવા માટે તૈયાર નથી હોતા પરંતુ તેઓ આ પદ ટૂંકા કાર્યકાળ માટે સ્વીકારવા ઈચ્છુક હોય છે.
જો તેઓને તેમની નિપુણતાના ક્ષેત્રમાં કેસનો નિર્ણય લેવાની મંજૂરી આપવામાં આવે તો કેસોના નિકાલના દરમાં વધારો કરવા માટે તેમની નિમણૂક અસરકારક રહેશે તેવો તર્ક આપીને સુપ્રીમે એટર્ની જનરલ આર વેંકટરામાણીને આ વિચારની શોધ કરવા કહ્યું હતું. ખંડપીઠે જણાવ્યું હતું કે, ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક માટેની પ્રક્રિયા જટિલ છે. તેને અસરકારક બનાવવા અને વકીલોને આકર્ષવા માટે સરળ પ્રક્રિયા અપનાવવી જોઈએ.
આપણે એ હકીક્ત પર પણ યાન આપવું પડશે કે કેટલીક ઉચ્ચ અદાલતોમાં પેન્ડન્સી ખૂબ ઊંચી છે અને એડ-હોક ન્યાયાધીશો માટે ભલામણ કરવા માટે ૨૦% થી વધુ ખાલી જગ્યાઓનો માપદંડ ચોક્કસ વિષયોમાં કેસોની પેન્ડન્સી ઘટાડવામાં મદદ કરી શકશે નહીં તેવું બેન્ચે જણાવ્યું હતું. ગયા વર્ષે ૨૦ એપ્રિલના રોજ સર્વોચ્ચ અદાલતે ઉચ્ચ અદાલતોમાં લગભગ ૫૭ લાખ કેસ પેન્ડિંગને ડોકેટ વિસ્ફોટ તરીકે ગણાવતા હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટે માર્ગ મોકળો કરવા માટે નિષ્ક્રિય બંધારણીય જોગવાઈને સક્રિય કરી હતી. બે થી ત્રણ વર્ષ માટે બેકલોગ સાફ કરવા માટે એડહોક જજોની નિમણુંક પર ભાર મુક્યો હતો. માર્ગદશકામાં ટ્રિગર પોઈન્ટ જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા કે જ્યારે નિમણૂક પ્રક્રિયા ગતિ, કાર્યકાળ, નિમણૂક માટેની પ્રક્રિયા, પગાર, લાભો આવા ન્યાયાધીશોની મહત્તમ સંખ્યા અને કેસોના નિર્ણયમાં તેમની ભૂમિકા નક્કી કરી શકાય છે. અદાલતોમાં ૨૦% ખાલી જગ્યાઓ પણ કેસોનું ભારણ વધવા પાછળ જવાબદાર પરિબળ
ગયા વર્ષે ૨૦ એપ્રિલના રોજ સર્વોચ્ચ અદાલતે ઉચ્ચ અદાલતોમાં લગભગ ૫૭ લાખ કેસ પેન્ડિંગને ડોકેટ વિસ્ફોટ તરીકે ગણાવતા હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટે માર્ગ મોકળો કરવા માટે નિષ્ક્રિય બંધારણીય જોગવાઈને સક્રિય કરી હતી.