કોરોના મહામારીની હજુ દવા કે વેકિસન શોધાઇ નથી તેથી નજીકના ભવિષ્યમાં તે જાય તેમ ન હોવાથી તેની સાથે માણસે જીવતા શીખી જવુ પડશે. કોરોનાથી બચવા માટે માસ્ક મહત્વનું હથિયાર બન્યુ છે. ત્યારે હવે બજારમાં માસ્કની પણ અવનવી વેરાયટીઓ આવી રહી છે. તેમાં એક ઉમેરો થયો છે. માસ્ક ફોનનો ! ટેક કંપની હબલ કનેકટેડ આ માસ્ક લોન્ચ કર્યું છે.
આ માસ્ક વોઇસ એકિટવિશન ફિચર્સથી સજજ છે. અર્થાત તેની મદદથી યુઝર એલેકસા, સિરી અને ગુગલ આસિસ્ટન્ટનો પણ ઉપયોગ કરી શકશે. આ માસ્ક ફોન મુળ રૂપે તો ફેસ માસ્ક જ છે પણ તેમાં ઇયર ફોન અને માઇક્રોફોન કનેકટ કરાયુ છે. જેથી યુઝર ગીત સાંભળી શકે અને કોલને એટેન્ડ કરી શકે. કંપનીએ માસ્ક ફોનમાં ઇલાસ્ટિક ન્યોપ્રોન ઇયર હૂકનો ઉપયોગ કર્યો છે.
જેમાં મેડિકલ ફ્રોડ બદલવા યોગ્ય પીએમ 2.5 અને એન 95/એફએફસી 2 ફિલ્ટર, આઇપીએકસ-5 ફેબ્રિકનો ઉપયોગ કરાયો છે. જેને પાણથી ધોઇ પણ શકાય છે. આ માસ્કને ચાર્જ કર્યા બાદ 12 કલાક સુધી પ્લેટાઇમ આપી શકે છે. આ માસ્કની પ્રારંભિક કિંમત 49 ડોલર (3600 રૂપિયા) છે. ભારતમાં આ માસ્ક કયારે લોન્ચ થશે તે હજુ બહાર નથી આવ્યું.