ડ્રગ્સ કનેક્શન : દિપિકા પાદુકોણ, સારા, શ્રદ્ધાને NCBએ સમન્સ પાઠવ્યા

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલામાં જોડાયેલા ડ્રગ્સના એંગલ સંદર્ભે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસનો વ્યાપ વધતો જાય છે. એનસીબીએ આ કેસમાં પૂછપરછ માટે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંઘને સમન્સ જારી કર્યા છે. 25 સપ્ટેમ્બરના રોજ દિપીકા પાદુકોણની પૂછપરછ કરાશે. સારા અલી ખાન અને શ્રદ્ધા કપુરને 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ માટે બોલવવામાં આવી છે. રકુલ પ્રીત અને સિમોન ખંબાટાને કાલે બોલાવાયા છે.

એનસીબી તરફથી તાજેતરમાં સાત લોકોને સમન્સ મોકલવામાં આવ્યું છે. દિપીકા સહિત જેના નામ ડ્રગ્સ કનેક્શનમાં સામે આવ્યાં છે તેને એનસીબી પૂછપરછ કરવા માટે સમન્સ મોકલશે. ત્રણ ચાર દિવસની અંદર આ તમામ લોકોની પૂછપરછ કરાશે. દિપીકા પાદુકોણનું ચેટથી ખુલાસો થયો છે. જેમાં દિપીકા ઉપર આરોપ લાગ્યો છે કે તે ડ્રગ્સ માંગી રહી છે. ક્વાન કંપનીમાં કામ કરનારી કરિશ્મા સાથે તે વાત કરી રહી છે.

જાણકારી પ્રમાણે દિપીકા અત્યારે ગોવામાં છે. તેની જેના સાથે ચેટ થઈ રહી હતી કરિશ્મા પણ કોઈ શૂટ માટે ગોવામાં છે. કરિશ્માને પણ એનસીબીએ પૂછપરછ માટે બોલાવી છે. જે લોકોએ બિમારીનું બહાનું બતાવ્યું તે બાદ કરિશ્માને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે. તો સારા અલી ખાન પણ પોતાની માં અમૃતા સિંહની સાથે ગોવામાં ઘર પર છે. સારાનું સૌથી પહેલું નામ રિયા ચક્રવર્તીએ લીધું હતું.

એનસીબીના સુત્રોનું કહેવું છે કે, તમામની સામે પુરાવા તૈયાર કરી લેવાયા છે. કેટલાક લોકોના નિવેદનો પણ નોંધાઈ ચુક્યાં છે. રિયા ચક્રવર્તીનું નિવેજન પણ આ મામલે લેવામાં આવ્યું છે તે બાદ પુરાવા લેવાયા છે. એનસીબી આ સ્ટાર્સની સામે પુરાવા મેળવતા પહેલા કેટલાક ડ્રગ્સ પેડલર્સની પૂછપરછ કરી હતી.