મોરબી,
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મોટાભાગના પરિણામો આવી ગયા છે. આ પરિણામો ચૌકાવી રહ્યા છે ત્યારે મોરબી સીટ પર ચૌકાવનારૂ પરિણામ આવ્યુ છે. મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના બાદ સતત લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આ તમામ ઘટનાઓ વચ્ચે પણ લોકોએ ચૌકાવનારા પરિણામો આપ્યા છે. મોરબીમાં બીજેપીની જીત થઈ છે. મોરબી સીટ પરથી બીજેપીના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ જીત મેળવી છે.
હાલમાં જ મોરબીની મચ્છુ નદી પર આવેલો મચ્છુ ડેમ તુડ્યો હતો. આ પુલ દુર્ઘટનામાં મોરબીના ૧૩૫થી વધુ લોકોના મોક થયા હતા. આ સમયે તંત્ર સામે મોટો રોષ જોવા મળ્યો હતો. હવે આ રોષ મતમાં જોવા મળ્યો નથી. મોરબીના લોકોએ આ દુર્ઘટનાને ભુલીને બીજેપીને મત આપ્યો છે. રાજ્યભરમાં મોટાભાગની સીટો પર બીજેપી ધમાકેદાર જીત મેળવી રહી છે ત્યારે હવે મોરબીમાં પણ બીજેપીને સફળતા મળી છે. અહીં બીજેપીએ ઉમેદવાર બદલીને કાંતિ અમૃતિયાને ટિકિટ આપી હતી. કાંતિ અમૃતિયા અહીં ૬૦ હજારથી વધુની લીડથી વિજેતા થયા છે.
અહીં એક વાત ઉલ્લેખનિય છે કે, બીજેપીના વિજેતા ઉમેદવાર કાંતિ અમૃતિયા ઝૂલતા પુલ દુર્ઘટના વખતે ઘટના સ્થળે પહોંચનારા પહેલા બીજેપીના નેતા હતા. કાંતિ અમૃતિયાએ પુલ તુડ્યા બાદ લોકોને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી હતી. આ જ બાબતે તેને બીજેપીમાંથી ટિકિટ મળી અને હવે વિજેતા પણ થયા છે. અહીં તેમની સામે કોંગ્રેસમાંથી જયંતિ પટેલ લડી રહ્યા હતા. આ બન્ને ઉમેદવારો વર્ષોથી એકબીજા સામે લડતા આવ્યા છે.