રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં બીજી વાર કેકેઆર રોકાણ કરશે

  • રિલાયન્સ રિટેલમાં ૧.૨૮% હિસ્સેદારી માટે ૫૫૫૦ કરોડ રૂપિયા રોકાણ કરશે ઇ

મુંબઇ,
રિલાયન્સ લિમિટેડની રિટેલ બિઝનેસવાળી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સે ઘોષણા કરી છે કે ગ્લોબલ ઈન્વેન્ટમેન્ટ ફર્મ કેકેઆર તેમાં ૫૫૫૦ કરોડ રૂપિયા રોકાણ કરશે. આ રોકાણ દ્વારા કેકેઆર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં ૧.૨૮ ટકા હિસ્સેદારી ખરીદશે. કેકેઆર તરફથી રિલાયન્સમાં આ બીજું રોકાણ છે. અગાઉ કેકેઆરે રિલાયન્સના જિયો પ્લેટફોર્મ્સમમાં પણ ૧૧,૩૬૭ કરોડ રૂપિયા રોકાણ કર્યું છે.

રિલાયન્સ રિટેલમાં કેકેઆરનું રોકાણ બીજું મોટું રોકાણ છે. આ અગાઉ અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી રોકાણકાર ફર્મ સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ રિટેલમાં ૭૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ રોકાણ દ્વારા સિલ્વર લેકે કંપનીમાં ૧.૭૫ કરોડની હિસ્સેદારી ખરીદી છે. જ્યારે સિલ્વર લેકે રોકાણ કર્યું હતું, ત્યારથી આ વાત થઈ રહી હતી કે જલ્દી જ આમાં કેકેઆર પણ રોકાણ કરી શકે છે.

રિલાયન્સ રિટેલ લિમિટેડ દેશભરમાં ફેલાયેલા ૧૨,૦૦૦થી વધુ સ્ટોર્સમાં વાર્ષિક લગભગ ૬૪ કરોડ ખરીદદાર આવે છે. આ ભારતના સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસિત થનાર રિટેલ બિઝનેસમાંથી એક છે. રિલાયન્સ રિટેલ પાસે દેશનો સૌથી લાભદાયક રિટેલ બિઝનેસ તમગા પણ છે. કંપની રિટેલ વૈશ્ર્વિક અને સ્થાનિક કંપનીઓ, નાના ઉદ્યોગો, રિટેલ વેપારીઓ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એક એવું તંત્ર વિકસિત કરવા માંગે છે, જેનાથી ગ્રાહકોને યોગ્ય ભાવે સેવા મળી શકે અને લાખો રોજગાર પેદા કરવામા આવી શકે.

રિલાયન્સ રિટેલે તેની નવી વાણિજ્ય રણનીતિના ભાગરૂપે નાના અને અસંગઠિત વેપારીઓને ડિજિટલાઇઝ કરવાનું શરૂ કર્યું છે. આ નેટવર્ક સાથે ૨ કરોડ વેપારીઓને જોડવાનું કંપનીનું લક્ષ્ય છે. આ નેટવર્ક વેપારીઓને સારી ટેક્નોલોજી સાથે ગ્રાહકોને સારી કિંમતે સેવાઓ પહોંચાડવામાં સક્ષમ કરશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેિંજગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, કેકેઆરને રિલાયન્સ રિટેલ વેંચર્સમાં મહત્વપૂર્ણ રોકાણકાર તરીકે આવકારવામાં મને આનંદ થાય છે. અમે દૃરેક ભારતીયના ફાયદા માટે ભારતીય રિટેલ ઇકો સિસ્ટમનો વિકાસ કરવા અને બદલવા માટે આગળ વધી રહૃાા છીએ. અમે ડિજિટલ સેવાઓ અને રિટેલ બિઝેનેસમાં કેકેઆરના ગ્લોબલ પ્લેટફોર્મ, ઈન્ડસ્ટ્રી નોલેજ અને ઓપરેશનલ એક્સપર્ટિસનો લાભ લેવા તૈયાર છીએ.