ભાજપે માધવસિંહનો રેકોર્ડ તોડ્યો, ગુજરાતમાં એકવાર ફરી મોદીનો જાદુ ચાલ્યો : ૧૨મીએ ભવ્ય શપથવિધિ સમારોહ

અમદાવાદ,

ભાજપનું ગુજરાતમાં ૨૭ વર્ષથી શાસન છે, પરંતુ ભાજપ અત્યાર સુધી માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડી શકી ન હતી. પરંતું ભાજપે હવે એ પણ હાંસિલ કરી દીધું છે. ભાજપે માધવસિંહનો ૧૪૯ સીટનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવે કોઈ કહી નહિ શકે કે, ભાજપે બહુમત તો મેળવી પણ માધવસિંહનો રેકોર્ડ તોડી શકી નથી, ભાજપે આજે ૧૫૬ થી વધુ બેઠકો પર લીડ મેળવીને આ વાત પર પણ પૂર્ણવિરામ મૂક્યું છે.ભાજપની જીતની ચારેતરફ ઉજવણી કરવામાં આવી હતી કમલમમાં ઉજવણી સવારથી શરૂ થઇ ગઇ હતી ફટાકડા ફોડીને ઉમેદવારો જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતાં કમલમમાં ઢોલનગારાના તાલે ઉજવણી કરી હતી અને ગરબા રમ્યા હતાં જીત બાદ દિગ્ગજ નેતાઓ કમલમ પહોંચી ગયા હતાં કહેવાય છે કે, આવતીકાલે અથવા ૧૦મી ડિસેમ્બરે કમલમ ખાતે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે. સુત્રોના જણાવ્યા અનુસાર ૧૨ ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નવી સરકારની શપથવિધિની શક્યતા ચર્ચાઈ રહી છે. આ માટે ભવ્ય સમારોહ યોજાશે.

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ભાજપે ૧૫૬ બેઠકો કોંગ્રેસને ૧૭ અને આપને પાંચ બેઠકો અને અન્ય ૪ બેઠકો પર સરસાઇ મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઇતિહાસ સર્જયો છે અને ૧ લાખ ૯૨ હજાર મતોની સરસાઇ મેળવી હાંસલ કરી છે આ સાથે જ જ્યાં જ્યાં ભાજપ જીત્યું છે ત્યાં ઉજવણી કરવામાં આવી હતી અનેક બેઠકો પર ઉમેદવારોએ ફટાકડા લાવીને ફોડવામાં આવ્યા હતાં.

ભાજપની જીત વિશે ભાજપના નેતાએ કહ્યું કે, ગુજરાતની જનતાએ બતાવી દીધું કે, અમને તુષ્ટીકરણ અને મફતમાં રસ નથી, અમને માત્ર વિકાસ અને ભાજપમાં રસ છે. આ ભાજપના ભરોસાની જીત છે. માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા અમે જઈ રહ્યાં છે. અમને પ્રધાનમંત્રી મોદી પર ભરોસો છે. એ યાદ રહે કે ભાજપની પ્રચંડ જીતના કારણો જોઇએ તો સી આર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ બનતા જ તેમણે ૨૦૨૨ ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે પેજ પ્રમુખ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનમાં બુથના પેજ માટે પ્રમુખની નિમણૂંક કરવામાં આવી હતી. આ બાદ, જમીનીસ્તરે આ પેજ પ્રમુખો દ્વારા પ્રચાર અને વોટ શેયર વધારવા ખુબ મહેનત કરવામાં આવી હતી, આ સાથે જ, વડાપ્રધાન મોદી, સી આર પાટીલ સહિતના અનેક હોદેદારો દ્વારા આ પેજ પ્રમુખો સાથે સંવાદ કરવામાં આવતો હતો. આથી, અભિયાનમાં બુથ મેનેજમેન્ટ અને માઇક્રો પ્લાનિંગમાં ખુબ જ મહત્વનો ફાળો મળ્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ત્રિપાંખિયો જંગ જોવા મળતો હતો. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. આથી, ૨૦૧૭ને જેમ કોંગ્રેસ સામે માત્ર ભાજપ જ હતું, પરંતુ આ વખતે ચૂંટણી લડવાનો સંકલ્પ લેતા કોંગ્રેસ સામે માત્ર ભાજપ જ નહીં આપ પણ યુદ્ધમાં સામેલ હતું. આથી, કોંગ્રેસના વધુ પ્રમાણમાં વોટ શેર ઓછા કરીને આમ આદમી પાર્ટીએ તે વોટ શેર તેમણે મેળવ્યા હતા. આથી, કોંગ્રેસને ભાજપ કરતા વધુ નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે. જેની સામે ભાજપને એટલું નુક્સાન ભોગવવું પડ્યું નથી. આમ, આમ આદમી પાર્ટી પણ ભાજપને વધુ બેઠકો મળવાનું કારણ બની શકે છે.

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતા જ, ગુજરાતમાં ભાજપના કેન્દ્રીય નેતાઓનો રાફળો ફાટ્યો હતો. ભાજપે તેમના તમામ નેતાઓને ગુજરાતના ચૂંટણી જંગમાં ઉતારી દીધા હતા. જેમાં, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા, વડાપ્રધાન મોદી, અનિત શાહ, યોગી આદિત્ય નાથ, સ્મૃતિ ઇરાની સહિતના અન્ય ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓને પ્રચારમાં ઉતારી દીધા હતા. આ ઉપરાંત, પ્રચારના છેલ્લા દિવસોમાં વડાપ્રધાન મોદી દ્વારા અમદાવાદમાં ૩૨ કિમીનો રોડ શો પણ કરવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાનને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ તમામ પ્રકારના પ્રચારે પણ ભાજપને તેમની રેકોર્ડ બેઠક મેળવવામાં ફાયદો કરાવ્યો છે.

છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપની સત્તા છે, આથી, એટલા વર્ષોથી કોંગ્રેસને સત્તા મળી નથી. જોકે, છેલ્લા, ૨૦ વર્ષથી કોંગ્રેસની બેઠકોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ આ વખતે કોંગ્રેસને તે ફાયદો મળી શક્યો નહીં. આ સાથે જ, કોંગ્રેસ પાસે ખાસ કોઈ મૂદ્દો જોવા મળ્યો નહી, અને તેની સામે કોંગ્રેસ પ્રચારથી પણ દૂર હોય તેવું લાગી રહ્યું હતું. આ સાથે જ, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં જોવા મળ્યા ન હતા. જોકે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, જેને લઈને તેઓ માત્ર એક વખત દક્ષિણ ગુજરાતમાં એક પ્રચાર કરવા પહોંચ્યા હતા. આથી, કોંગ્રેસ ગુજરાતમાં મોટા ચહેરાથી વંચિત જોવા મળી હતી.

આજે ગુજરાત ચૂંટણીના પરિણામમાં ભાજપને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે, ત્યારે કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને આ આ વિજય પરચમ લહેરાવનારા હિરો નરેન્દ્ર મોદી છે તેમ જણાવ્યું હતું.

વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ૠષિકેશ પટેલની ફરીથી જીત થઈ છે. તો કોગ્રેંસના કિરીટ પટેલની કારમી હાર થઈ છે.કોંગ્રેસના ગઢ ગણાતા ઉના બેઠક પર ભાજપના કાળુ રાઠોડની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના પુંજાભાઈ વંશની હાર થઈ છે.

સુરતની વરાછા બેઠક પર આ વખતે કાકા-ભત્રીજા વચ્ચેની લડાઈ હતી. આ બેઠક પર કુમાર કાનાણીની જીત થઈ છે,જ્યારે આપ ઉમેદવાર અલ્પેશ કથિરિયાની હાર થઈ છે.રાજકોટ જિલ્લાની ગ્રામ્ય બેઠક પર ભાજપ ઉમેદવાર જયેશ રાદડિયાની જીત થઈ છે.તેઓએ ૭૬૦૦૦ વધુ લીડથી જીત મેળવી છે. આ સાથે જયેશ રાદડિયાએ જનતાનો આભાર માન્યો છે. જામનગર ઉત્તર બેઠક પર ભાજપના રિવાબા જાડેજાની જીત થઈ છે,