નેપાળમાં શાસક પક્ષ ’’નેપાળી કોંગ્રેસ’’ને સૌથી વધુ મત મળ્યા છે : નેપાળી ’’ચૂંટણી પંચ’’

કઠમંડુ,

નેપાળની ’’પંચાયત’’ (લોક્સભા)ની ચૂંટણીમાં વડાપ્રધાન શેરબહાદુર દેઊબાનાં નેતૃત્વ નીચેની નેપાળી કોંગ્રેસ ૨૭૪ બેઠકો પૈકી લિ. બેઠકો મેળવી સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો છે. આ માહિતી આપતાં નેપાળમાં ચૂંટણી પંચે બુધવારે જણાવ્યું હતું કે સંભવત: શેરબહાદુરની નેપાળી કોંગ્રેસ નાના પક્ષો અને અપક્ષોને સાથે રાખી રાજ્યમાં સરકાર રચશે.

શેરબહાદુર દેવુબા અત્યારે પાંચ પક્ષોનાં બનેલાં સંગઠનનું નેતૃત્વ સંભાળે છે. તેઓ થોડા દિવસોમાં જ દેશમાં સરકાર રચશે તે માટે તેઓ નાના પક્ષો તથા અપક્ષોનો સાથ લેશે તે પણ નિશ્ર્ચિત છે.

ભારતને સંબંધ છે ત્યાં સુધી શેરબહાદુરની સરકાર બને તો ભારત માટે પ્રતિકૂળ તો નથી જ. તે સ્વીકાર્ય છે કે થોડા જ દિવસો પૂર્વે બિહારમાંથી નેપાળમાં મજુરી કરવા ગયેલા માણસો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમ છતાં નેપાળની વર્તમાન સરકાર ભારત વિરોધી નથી.

શેરબહાદુર તે બરોબર સમજે છે કે નેપાળમાં વ્યાપાર વાણિજ્યનો આધાર મુખ્યત્વે ભારત ઉપર જ છે. તેટલું જ નહીં પરંતુ નેપાળની આયાત-નિકાસ બંને કલકત્તાનાં બંદરેથી થાય છે. તેથી ભારત સાથે સંબંધો બગાડયા બોલાઈ તેમ નથી.

પૂર્વેની ઓલી સરકાર તદ્દન ચીન તરફી જ હતી. દાયકાઓથી ભારત-નેપાળ સરહદે પશ્ર્ચિમે આવેલી ’’કાળી-ગંગા’’ નદી સુધી સ્વીકારવાની તેણે ’ના’ કહી હતી. ભગવાન શ્રીરામ પણ મૂળ નેપાળના જ હતા અને માતા જાનકી પણ નેપાળના જ હતા. તેથી નેપાળની કન્યા ભારતમાં (અયોધ્યામાં) નહીં પરંતુ નેપાળી રાજકુમાર ’રામ’ને પરણ્યાં હતાં તેવા તો તૂત ચલાવતા હતા. ઓલી માટે એમ પણ કહેવાય છે કે ચીને તેના કુટુંબીઓનાં સ્વિત્ઝર્લેન્ડના ખાતામાં કરોડો ડૉલર જમા કરાવ્યા છે. તે આક્ષેપની સત્યતા શંકાસ્પદ છે પરંતુ ’’પરંતુ ઓલી તરફી અને ભારત વિરોધ હતો તે સર્વવિદિત છે.’’