ચીન ફરી ધૂંધવાયું : અમેરિકાએ તાઈવાનને બે ખતરનાક શો વેચવા મંજુરી આપી

વૉશિંગ્ટન,

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનનાં પ્રશાસને તાઈવાનને એફ-૧૬ યુદ્ધ-વિમાનોની સ્ક્વોડ્રન્સ તથા જી-૧૩૦ પરિવાહન વિમાનો આપવાની કરેલી જાહેરાત તેમજ અન્ય શાોની પણ આપૂત કરવાના લીધેલા નિર્ણયથી ચીન ખરેખરું ધૂંધવાયું છે. અમેરિકાએ ૪૨.૫ કરોડ ડૉલરથી પણ વધુ કિંમતના વિમાનના પૂર્જાપો વેચવા માટે પણ મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનીય તો તે છે કે ઈન્ડોનેશિયામાં મળેલી જી-૨૦ પરિષદ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ એ બાયડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની ચેક-થી-ચેક સાથેની મુલાકાત પછી માત્ર બે સપ્તાહમાં જ અમેરિકાએ તાઈવાનને શસ્ત્રો અપવાની જાહેરાત કરી છે.

ચીન સતત તેવો દાવો કરી જ રહ્યું છે કે તાઈવાન તેનો જ એક ’પ્રાંત’ છે. તેથી વિદેશી અધિકારીઓની તાઈવાનની મુલાકાતનો સતત વિરોધ કરી રહ્યું છે.

અમેરિકાની પ્રતિનિધિ સભા (હાઉસ-ઓફ-રેપ્રિઝન્ટેટીવ)નાં અધ્યક્ષ નેન્સી પેલોસીની ઓગસ્ટ માસમાં તાઈવાનની લીધેલી મુલાકાતથી ચીન ખરેખરું ગિભાયું છે. તેણે જાહેર કરી દીધું છે કે ચીન અને અમેરિકા વચ્ચેના તંગ સંબંધો, પેલોસીની તાઈવાન યાત્રાથી વધુ તંગ બનશે. તે સર્વવિદિત છે કે ચીને યાત્રા સંબંધે અમેરિકાએ પોતાનો સખત વિરોધ દર્શાવ્યો હતો પરંતુ અમેરિકાએ (બાયડન-વહીવટીતંત્રે) બહુ સ્પષ્ટ ભાષામાં કહી દીધું હતું કે : ’’અમેરિકા એક લોક્તંત્ર છે. તેમાં કોઈને કોઈ પણ દેશની મુલાકાત લેવા ઉપર પ્રતિબંધ મુકી શકાય જ નહી. સિવાય કે તે દેશમાં મહામારી કે યુદ્ધની પરિસ્થિતિ હોય કે ત્યાં ગૃહ-યુદ્ધ ફાટી નીકળ્યું હોય. આ સંયોગામાં જ અમેરિકાની સરકાર તેવા દેશની મુલાકાત લેવા માટે નાગરિકને ’એડવાઈઝરી’ આપે છે.’’