શહેરા વિધાનસભા બેઠક ઉપર ભાજપના જેઠાભાઈ ભરવાડનો ભવ્ય વિજય

શહેરા,

શહેરા વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી એક વખત કેસરિયો લહેરાયો હતો. આ વખતની ચૂંટણીમાં જેઠાભાઈ ભરવાડની છઠ્ઠી વખત 48,000 નો જંગી લીડ થી તેઓની જીત થઈ હતી. મત ગણતરી સ્થળ થી ચાંદણગઢ મંદિરના રસ્તામાં આવતા ગામો અને ભાજપ કાર્યકરો તેમજ દરેક સમાજ દ્વારા તેમને ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાઈ રહયુ હતું.

શહેરા વિધાનસભા મત વિસ્તાર ભાજપનો ગઢ રહેવા સાથે અહીં વિધાનસભાની ચૂંટણીમાં જેઠાભાઈ ભરવાડની જીત થતી આવી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં જેઠાભાઇ ભરવાડની છઠ્ઠી વખત 48,000 ની જંગી લીડ થી જીત થવા સાથે અહી ભાજપની પાંચમી વખત જીત થઈ છે. મત ગણતરી સ્થળ ખાતે જેઠાભાઇ ભરવાડના સમર્થકો દ્વારા તેમને ફુલહાર પહેરાવીને સ્વાગત કરવા સાથે ભાજપ કાર્યકરો ડીજેના તાલે ખુશીથી ઝૂમતા પર નજરે પડી રહ્યા હતા. મત ગણતરી સ્થળ થી મીરાપુર, ખાંડીયા, તાડવા, દલવાડા અને નગર વિસ્તારમાં તેમજ ધારાસભ્યના ગામ સહિત ચાંદણગઢ મંદિર તરફ જવાના વચ્ચે આવતા દરેક ગામોમાં જેઠાભાઇ ભરવાડનું ગ્રામજનો અને ભાજપ અગ્રણીઓ દ્વારા ફુલહાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. જેઠાભાઇ ભરવાડની ભાજપ માંથી પાંચમી વખત જીત થવા સાથે તેમને જણાવ્યું હતું કે, મારા કાર્યકરો અને મારા મતદારોની જીત છે. 2027 સુધી મારા મત વિસ્તારમાં અનેક વિકાસના કામો હું કરવાનો છું. શહેરા વિધાનસભા બેઠક પર જેઠાભાઈ ભરવાડની જીત થતા ભાજપ કાર્યક્રમમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ હતી.